News of Monday, 24th November 2025
ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છના ગાંધીધામમાં ડો.બાબાસાહેબ આંબેડકરજીની પુનઃ સ્થાપિત પ્રતિમાનું અનાવરણઃ નવા ફલાય ઓવરબ્રીજનું ‘ડો.બાબાસાહેબ આંબેડકર બ્રીજ' નામકરણ
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યકક્ષા મંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: ગાંધીધામ ખાતે મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમૂહુ્ર્ત કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પુનઃ સ્થા પિત પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.
મુખ્યમંત્રી દ્વારા ગાંધીધામના ટાગોર રોડ પર નવનિર્મિત ફલાય ઓવરબ્રીજનું ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રીજનામકરણ કરવામા આવ્યું હતું.આ સાથે જ ઓસ્લો ખાતે સર્કલ ડેવલોપમેન્ટ એન્ડ ર્પાકિંગ ફેસેલીટીના વિવિધ કામની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યકક્ષા મંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ આંબેડકરજીની પ્રતિમાને નમન કર્યા હતાં. આ સમારોહમાં મહિલાઓ, યુવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
