News of Monday, 24th November 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
કેબિનેટ મંત્રી અને પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા,મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના દ્વારા આવકાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાના રૂ. ૬૨૨.૫૨ કરોડથી વધુના ૬૭ કામોના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સ્વાગતમાં કેબિનેટ મંત્રી અને પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા,મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, અગ્રણીઓ ડો.વિનોદભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટરશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
