<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

વડાપ્રધાન, નિતીશકુમાર, મૈથિલી ઠાકુર વિરૂધ્‍ધ વાંધાજનક પોસ્‍ટ વાયરલ કરનાર પંકજ યાદવની જામનગરથી ધરપકડ

દરભંગા પોલીસ આરોપીને બિહાર લઇ જશેઃ પૂછપરછ હાથ ધરાશે

નવી દિલ્‍હી તા.૨૪: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી, મુખ્‍યમંત્રી નીતિશ કુમાર અને પ્રખ્‍યાત લોક ગાયિકા મૈથિલી ઠાકુર વિરુદ્ધ ઇન્‍સ્‍ટાગ્રામ પર વાંધાજનક પોસ્‍ટ કરવા બદલ ગુજરાત પોલીસે પંકજ કુમાર યાદવની જામનગરથી ધરપકડ કરી છે

ગુજરાત પોલીસે જામનગરથી પંકજ કુમાર યાદવની ધરપકડ કરી છે, જેના પર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, મુખ્‍યમંત્રી નીતિશ કુમાર અને પ્રખ્‍યાત લોક ગાયિકા મૈથિલી ઠાકુર વિરુદ્ધ વાંધાજનક ઇન્‍સ્‍ટાગ્રામ પોસ્‍ટ પોસ્‍ટ કરવાનો આરોપ છે. નીતિશ, મોદી અને મૈથિલી પર વાંધાજનક પોસ્‍ટ કરનાર પંકજ યાદવની ધરપકડ કરવામાં આવી છે.

બિહાર ચૂંટણી પરિણામો પછી, સોશિયલ મીડિયા પર રાજકારણીઓ વિશે અસંખ્‍ય પોસ્‍ટ જોવા મળી હતી. તાજેતરમાં, પીએમ મોદી, સીએમ નીતિશ કુમાર અને લોક ગાયિકા અને અલીનગરના ભાજપના ધારાસભ્‍ય મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્‍ટ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે.

ઈન્‍સ્‍ટાગ્રામ દ્વારા પોસ્‍ટ કરાઈ હતી

ગુજરાત પોલીસે જામનગરથી પંકજ કુમારની ધરપકડ કરી છે. દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. દરભંગા પોલીસના જણાવ્‍યા અનુસાર, બહેરી પોલીસ સ્‍ટેશન હેઠળના ઉજૈના ગામના રહેવાસી પંકજ કુમારે શુક્રવારે તેના ઈન્‍સ્‍ટાગ્રામ આઈડી ‘‘પંકજ યાદવ ઓફિશિયલ'' પરથી પીએમ મોદી, સીએમ નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક ફોટા અને રીલ્‍સ શેર કર્યા હતા.

આરોપી ગુજરાતનો હોવાનું નીકળ્‍યું

આવી પોસ્‍ટ્‍સ સામે આવતાની સાથે જ, દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ સાયબર પોલીસ સ્‍ટેશનને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્‍યો. આ પછી, આરોપી સામે કેસ નોંધવામાં આવ્‍યો અને કાર્યવાહી શરૂ કરવામાં આવી. ઇન્‍સ્‍ટાગ્રામ આઈડીનું સ્‍થાન ટ્રેસ કરવામાં આવ્‍યું અને તે ગુજરાતમાં હોવાનું જાણવા મળ્‍યું.

ગુજરાતમાં આરોપીની ધરપકડ

દરભંગા પોલીસે ત્‍યારબાદ ગુજરાત પોલીસને જાણ કરી. ગુજરાતના જામનગર પોલીસે પંકજ કુમારની ધરપકડ કરી હતી. ધરપકડની માહિતી મળતાં જ દરભંગા પોલીસ ગુજરાત જવા રવાના થઈ ગઈ હતી. આરોપીને બિહાર લાવવામાં આવી રહ્યો છે. ત્‍યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાયબર ડીએસપી વિપિન બિહારીએ ધરપકડની પુષ્ટિ કરી હતી.

પંકજ કુમાર કોણ છે

માહિતી મુજબ, પંકજ કુમાર ગુજરાતમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું હતું કે તે થોડા દિવસો પહેલા તેના પિતાનું મળત્‍યુ થયુ હોવાથી તેના ગામ ગયો હતો. પરંતુ આર્થિક તંગીને કારણે તે ગુજરાત પાછો ફર્યો. જ્‍યાં તેણે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્‍ટ કરી. તેના ઇન્‍સ્‍ટાગ્રામ આઈડીની ચકાસણી કર્યા પછી ગુજરાત પોલીસની મદદથી તેની ધરપકડ કરવામાં આવી હતી. દરભંગા લાવ્‍યા પછી તેની પૂછપરછ કરવામાં આવશે.

 

‘‘આપણા કાર્યક્રમનું સ્‍થળ બદલોઃ દીકરીના પરિવારની ચિંતાએ આપણી ચિંતા,''ભૂપેન્‍દ્રભાઈ પટેલ

ે...આ વાત ધ્‍યાને આવતા જ મુખ્‍યમંત્રીએ સંવેદનશીલતા દાખવીને તુરત જ કાર્યક્રમનું સ્‍થળ બદલ્‍યું ! મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો માનવતાવાદી અભિગમ : એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્‍થળે યોજાય તે માટે  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જામનગરના કાર્યક્રમનું સ્‍થળ બદલ્‍યું

‘‘લગ્નગાળાની સીઝનમાં તાત્‍કાલિક નવું સ્‍થળ શોધવું: મહેમાનોને જાણ કરવીઃ નવી વ્‍યવસ્‍થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરૂ  હતું: પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈનો એક ફોન આવ્‍યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શકયા.'' બ્રિજેશ પરમાર, દીકરીના કાકા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્‍યમંત્રીશ્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્‍થળ બદલી નાખ્‍યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે. વાત વિગતે, તારીખ ૨૩-૧૧-૨૦૨૫ ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી શ્રી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા.પરિવારમાં રૂડો અવસર હતો.હરખ માતો નહોતો, તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્‍યાં સમાચાર મળ્‍યા કે, તા.૨૪-૧૧-૨૦૨૫ ના રોજ રાજ્‍યના મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ જામનગર ખાતે પધારવાના છે. જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્‍યમંત્રીશ્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો. આ કાર્યક્રમ શ્રી સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્‍તારમાં પોલીસ બંદોબસ્‍ત અને સુરક્ષા વ્‍યવસ્‍થાઓ ગોઠવાઈ હતી.જેથી મુખ્‍યમંત્રીશ્રીની સુરક્ષા વ્‍યવસ્‍થાના પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભો થવાની શકયતા ઉભી થઈ.પરિણામે, પરમાર પરિવારની ચિંતા વધી.પરિવારે આ મુદ્દે મુખ્‍યમંત્રીશ્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયાસ કર્યો.વાત મુખ્‍યમંત્રીશ્રી કાર્યાલય સુધી પહોંચી.વાત સાંભળી  મુખ્‍યમંત્રીશ્રીએ તરત કહ્યું, ‘‘આપણા કાર્યક્રમનું સ્‍થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા.'' મુખ્‍યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્‍થળ બદલાયું.આ ઘટનાક્રમમાં અંગે વાત કરતાં  સંજના પરમારના કાકા શ્રી બ્રિજેશ પરમાર કહે છેઃ ર્ંમુખ્‍યમંત્રીશ્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી. મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, ‘‘તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્‍યાં નિર્ધારિત હતા ત્‍યાં ટાઉનહોલ ખાતે જ કરો.અમે અમારા કાર્યક્રમનું સ્‍થળ બદલાવીશું.'' આમ, મુખ્‍યમંત્રીશ્રીની આ સંવેદનાથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈર્.ંબ્રિજેશ પરમાર મુખ્‍યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરતા કહે છેઃ ‘‘લગ્ન ગાળાની સીઝનમાં તાત્‍કાલિક નવું સ્‍થળ શોધવું, મહેમાનોને જાણ કરવી, નવી વ્‍યવસ્‍થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરું હતું. પણ આભાર મુખ્‍યમંત્રીશ્રીનો, જેમણે અમારો પ્રસંગ શાંતિ અને સુખરૂપ યોજાય તે માટે તેમણે પોતાના કાર્યક્રમનું સ્‍થળ બદલ્‍યું.મુખ્‍યમંત્રી સાહેબનો એક ફોન આવ્‍યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શકયા.''આ ઘટના દર્શાવે છે કે  મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ મળદુ અને મક્કમ મુખ્‍યમંત્રી તો છે જ, પણ સાથે ‘ઉત્તમ માણસ' છે.તેઓ જનતાની નાની મુશ્‍કેલીઓ માટે પણ સદા સંવેદશીલ છે.(-વિરેન્‍દ્રસિંહ પરમાર- માહિતી ખાતું જામનગર)

(12:46 PM IST)