<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

જામનગરમાં ​મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિર્મિત ફલાય ઓવર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી ઝીણવટભરી સમીક્ષા કરી : જુઓ વિડીયો

જામનગર:: ​ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર ખાતે સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાથે જ તેઓએ બ્રિજની મુલાકાત લઈ તેના બાંધકામની ગુણવત્તાનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બ્રિજની ઉપર આવેલા મહત્ત્વના સાત રસ્તા સર્કલ પર પહોંચીને સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે માત્ર બાંધકામની સ્થિતિ જ નહીં, પરંતુ બ્રિજની એન્જિનિયરિંગ ડિઝાઇન, જન-સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાપનના પાસાં અંગે પણ સંબંધિત અધિકારીઓ તથા પદાધિકારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(3:48 PM IST)