News of Monday, 24th November 2025
ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં પોતાના કાર્યક્રમનું સ્થળ બદલીને સંવેદનાત્મક અને માનવીય અભિગમ દાખવતા દીકરીના પરિવારજનોએ મુખ્યમંત્રીને મળીને કૃતજ્ઞતા વ્યક્ત કરી

જામનગર::જામનગરમાં સંજના પરમાર નામની દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે જ યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં પોતાના કાર્યક્રમનું સ્થળ બદલીને સંવેદનાત્મક અને માનવીય અભિગમ દાખવી ત્વરિતપણે પરિવારને મદદરૂપ થવા વહીવટીતંત્રને સૂચના આપી હતી.જેના ભાગરૂપે આ દીકરીના લગ્ન ગઇકાલે સુપેરે સંપન્ન પણ થયા .આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે હતા ત્યારે આ દીકરીના પરિવારજનોએ મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાત કરીને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
