તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 24th November 2025
પિતા બાદ સ્મૃતિ માંધાનાના મંગેતર પલાશ મુચ્છલની પણ તબિયત લથડી, હોસ્પિટલ લઈ જવાયો

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાના પિતાને હૃદયરોગના હુમલા જેવા લક્ષણો દેખાતા તરત જ તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હવે સ્મૃતિ મંધાનાના મંગેતર પલાશ મુચ્છલની પણ તબિયત લથડી છે.
સ્મૃતિ મંધાના પર મુશ્કેલીઓનો પહાડ તૂડી પડયો છે. લગ્નના થોડા કલાકો પહેલા જ તેના પિતા શ્રીનિવાસ મંધાનાના હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડયા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. પરિવાર આ આઘાતમાંથી માંડ માંડ બહાર આવ્યો હતો ત્યારે થોડા સમય પછી સ્મૃતિનો મંગેતર પલાશ મુચ્છલ બીમાર પડી ગયો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
મીડિયા અહેવાલો અનુસાર, પલાશને વાઈરલ ઈન્ફેક્શન અને ગંભીર એસિડિટીને કારણે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સદનસીબે પલાશની હાલત ગંભીર નહોતી. સારવાર પછી તેને તરત જ રજા આપવામાં આવી હતી અને હવે તે હોટેલમાં પાછો ફર્યો છે અને સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
પિતા અને ભાવિ પતિની અચાનક તબિયત બગડતા સ્મૃતિ મંધાના ખૂબ જ ચિંતિત છે. પરિવારે લગ્ન થોડા દિવસો માટે મુલતવી રાખ્યા છે અને હાલમાં બધાનું ધ્યાન શ્રીનિવાસ મંધાનાના ઝડપી સ્વસ્થ થવા પર છે
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
