News of Tuesday, 25th November 2025
ઈથિયોપિયામાં ફાટેલા જ્વાળામુખીની અસર ગુજરાત સુધી: રાખના વાદળો ગુજરાત અને દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે તાપમાનમાં વધારો થવાની શક્યતા: જ્વાળામુખીની રાખ હવે પવનની દિશા બદલાતા ભારત તરફ આવી: રાખના વાદળો થોડા કલાકોમાં ગુજરાત, દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના આકાશમાં પહોંચી શકે છે

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય યુદ્ધના સમાચારો વચ્ચે કુદરતી આફતના સમાચાર પણ ચિંતાજનક છે. ઈથિયોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખ હવે પવનની દિશા બદલાતા ભારત તરફ આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ રાખના વાદળો આગામી થોડા કલાકોમાં ગુજરાત, દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના આકાશમાં પહોંચી શકે છે.
ગુજરાત પર તેની અસરને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે અને તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જોકે, આ રાખના કારણે હવાની ગુણવત્તા પર કેટલી ગંભીર અસર થશે તે અંગે વૈજ્ઞાનિકો હજુ સ્પષ્ટ નથી, પરંતુ નાગરિકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
