<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ભારતમાં લગભગ ૩૦ ટકા મહિલાઓ ઇન્‍ટિમેટ પાર્ટનરની હિંસાનો ભોગ બને છે

WHOનો ચિંતાજનક રિપોર્ટ....વિશ્વભરમાં લગભગ ત્રણમાંથી એક મહિલા એટલે કે લગભગ ૮૪ કરોડ મહિલાઓએ તેમના જીવનકાળમાં ઇન્‍ટિમેટ પાર્ટનર દ્વારા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે

મુંબઈ,તા.૨૫: ભારતમાં પંદરથી ૪૯ વર્ષની વયની પાંચમાંની એકથી વધુ મહિલાઓ એટલે કે લગભગ ૨૦ ટકા મહિલાઓએ ૨૦૨૩માં અંગત પાર્ટનર દ્વારા હિસાનો અનુભવ કર્યો હતો, જ્‍યારે લગભગ ૩૦ ટકા મહિલાઓએ તેમના જીવનકાળમાં આવી હિસા અનુભવી છે એમ વર્લ્‍ડ હેલ્‍થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના એક નવા વૈશ્વિક અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે. આ અહેવાલ ૧૬૮ દેશો પર આધારિત છે અને ૨૦૦૦ અને ૨૦૨૩ વચ્‍ચે હાથ ધરાયેલાં સર્વેક્ષણો અને અભ્‍યાસમાંથી ડેટાની વ્‍યાપક સમીક્ષા છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કે વિશ્વભરમાં લગભગ ત્રણમાંથી એક મહિલા એટલે કે લગભગ ૮૪ કરોડ મહિલાઓએ તેમના જીવનકાળમાં ઇન્‍ટિમેટ પાર્ટનર દ્વારા જાતીય હિસાનો અનુભવ કર્યો છે. આ આંકડો ૨૦૦૦થી યથાવત્‌ છે, બદલાયો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે વૈશ્વિક સ્‍તરે ૧૫થી ૪૯ વર્ષની વયની ૮.૪ ટકા મહિલાઓએ નોન-લાઇફપાર્ટનર દ્વારા જાતીય હિસાનો અનુભવ કર્યો છે. ભારતમાં ૧૫ વર્ષ અને એથી વધુ ઉંમરની અંદાજે ૪ ટકા મહિલાઓએ નોન-લાઇફપાર્ટનર દ્વારા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે.

 

(11:01 AM IST)