<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

જીએસટીઆર-૧ ભર્યા પછી ૩બી રિટર્ન નહીં ભરનારને નોટિસ મળશે

બોગસ બિલિંગ થકી સરકારને ચૂનો ચોપડનારાઓ પર લગામ

નવી દિલ્‍હી,તા.૨૫: બોગસ બિલિંગ કરનારાઓને શોધવા માટે જીએસટી દ્વારા અભિયાન તો શરૂ કરવામાં આવ્‍યું છે. સાથે સાથે પોર્ટલમાં પણ સુધારા કરીને બોગસ બિલિગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવા પગલાં ભરવામાં આવ્‍યા છે. આ માટે જે પણ વેપારી જીએસટીઆર-૧ ભર્યા પછી જીએસટી-૩બી રિટર્ન નહીં ભરે તો તેવા વેપારીઓને નોટિસ આપવામાં આવશે. તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્‍યો છે. જેથી આગામી દિવસોમાં વેપારીઓને તે માટેની નોટિસ મળવાની શક્‍યતા નકારી શકાય તેમ નથી.

બોગસ બિલિંગ કરનારાઓ જીએસટીઆર-૧ ભર્યા બાદ આઇટીસી લઇ લેતા હોય છે, પરંતુ જીએસટી-૩બી રિટર્ન ભરતા નથી. તેના કારણે સરકારે આવક ગુમાવવાની નોબત આવતી હોય છે. આ સમસ્‍યાના નિરાકરણ માટે જીએસટીમાં હવે સિસ્‍ટમ જ એવી લાગુ કરી દેવામાં આવી છે કે જે વેપારીએ જીએસટીઆર-૧ ભર્યા બાદ જે પણ વેપારીએ જીએસટી-૩બી રિટર્ન ભર્યું નહીં હોય તે વેપારીનો જીએસટી નંબર સિસ્‍ટમમાં તરત જ દેખાવા માંડશે. આવા વેપારીઓને સિસ્‍ટમ દ્વારા જ નોટિસ આપી દેવામાં આવશે. આ પહેલા અધિકારીઓ દ્વારા વેપારીઓને જીએસટી-૩બી રિટર્ન ભર્યું નહીં હોય તેવી નોટિસ મોકલવામાં આવતી હતી, પરંતુ તેમાં કેટલાક વેપારીઓ રહી પણ જતા હોવાની શક્‍યતા રહેલી હતી. તેના કારણે જ સિસ્‍ટમ આધારીત જ નોટિસ મોકલવાનું ચાલુ માસથી શરૂ કરી દેવામાં આવ્‍યું છે. આ રીતે નોટિસ આપવાની શરૂઆત કરવાના કારણે બોગસ બિલિંગનું દૂષણ અટકવાની શક્‍યતા જાણકારોએ વ્‍યક્‍ત કરી છે.(૪૦.૧૭)

સિસ્‍ટમના માધ્‍યમથી તાત્‍કાલિક કાર્યવાહી થશે

બોગસ બિલિંગ અટકાવવા માટે કરવામાં આવેલી આ કાર્યવાહી સરાહનીય છે, કારણ કે કેટલાક કિસ્‍સાઓમાં પ્રામાણિકતાથી વેપાર કરનારાઓને પણ બોગસ બિલિગ કરનારાઓને લીધે તકલીફ વેઠવી પડતી હોય છે. જ્‍યારે હવેથી જે વેપારીએ જીએસટીઆર-૧ ભર્યા પછી જીએસટીમાં ૩બી રિટર્ન ભર્યું નહીં હોય તેવા વેપારીને તાત્‍કાલિક જ સિસ્‍ટમના માધ્‍યમથી નોટિસ મળશે.(ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ)

 

(10:37 AM IST)