<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

શ્રીરામના પદચિન્‍હો ઉપર પૂ.મોરારીબાપુનુ ૧૧ દિવસીય અનુષ્‍ઠાન

૯૬૬મી રામકથાએ ભારતીયોનો રામસેતુ રચ્‍યોઃ ‘માનસ રામયાત્રા' માટે ટ્રેનનો ઉપયોગ કરાયોઃ વનવાસ દરમ્‍યાન શ્રી રામ ભગવાન જયાં રોકાયા હતા ત્‍યાં રામનામ ગુંજયા આયોજન પુ. બાપુના અનુગ્રહ અને પ્રેરણાથી થાય છે. બાપુથી, બાપુ દ્રારા જ સઘળું. હુ તો કંઈ કરતો જ નથી એમ જ કહીશ.- રુપેશ વ્‍યાસ (ઈંદોર) આયોજક - સંકલન કર્તા

   હું આ શબરી આશ્રમ એટલે કે સુરિબન ગામનો વતની છું. પરંતુ હજી સુધી સરકાર કે કોઈ ધાર્મિક સંસ્‍થાએ આ સ્‍થાનને સનાતન હિંદુ ધર્મ માટે ઉજાગર કરવાનું કામ કર્યું નથી. અહીં આવું કોઈ ભવ્‍ય ધાર્મિક આયોજન થયું નથી. અમારું આખું ગામ આવું ભવ્‍ય બાપુની કથાનું આયોજન જોઈને ગદગદિત છે. અમને આશા જાગી છે કે હવે સરકાર પણ આ સ્‍થાનના વિકાસ માટે કંઈક વિશેષ કરશે. અમે સૌ ગ્રામજનો આ આયોજનથી ખૂબ ખુશ ખુશાલ અને રાજી થયા છીએ. બાપુનો રાજીપો હજુ પણ અહીં અમારા સુધી પહોંચે એવું ઈચ્‍છીએ છે.- શિવાનંદ માનસી..(સુરિબન ..શબરી આશ્રમ.તા. રામ દુર્ગ જિ.બેલગામ કર્ણાટક) ડામરના વેપારી. :   અમે તો કશું નથી કરતા અમને આ પ્રકારના સદ્‌ કાર્ય માટે પુ.બાપુ સતત કળપા વરસાવતા રહે છે તેને અમારો પરિવાર સદભાગ્‍ય સમજે છે. કોઈપણ આયોજન માટે અમે હરિકળપાથી તૈયાર હોઈએ છીએ. આ બધું કોઈ અલૌકિક ચેતનાની અમી દ્રષ્ટિથી પાર પડે છે.- શ્રી મદનલાલ પાલીવાલ (નાથદ્વારા, રાજસ્‍થાન) ચેરમેન મિરાજ ગળપ ઓફ કંપની મનોરથી :   હું છેલ્લાં ૨૫ વર્ષથી વ્‍યાસપીઠને સાંભળી તેનું સતત ચિંતન કરું છું. આયોજન તો ઘણાં જોયાં છે પણ આ પવિત્ર કાર્યની કોઈ ક્ષતિ કે ત્રુટી કણ જેટલી પણ જોવા ન મળી. બીજું આ રામકથા અને યાત્રા પુ.મોરારિબાપુ જેવી પરમ પવિત્ર ચેતના સાથે વહેવાનું જે નસીબ પ્રાપ્ત થયું તે માટે હું નિઃશબ્‍દ જ છું.હુ સમગ્ર સાથિયોને પ્રણામ, વંદન કરું છું.-ડો. તરુણા ગુલાટી ( દિલ્‍હી) એસોસિએટ   પ્રોફેસર  કથા ભાવક

રાજકોટ તા.૨૫: રામ પૂર્ણ અવતારી બ્રહ્મસ્‍વરૂપ છે તે કથન માત્ર તુલસીજીનું નથી. ત્રેતા યુગના અવતારી કાર્ય અને જગત કલ્‍યાણ અર્થે પધારેલ રામજી આજે પણ કલિયુગમાં એટલા જ સાંપ્રત અને સંપ્રભુ દેખાઈ રહ્યાં છે. તાજેતરમાં તા. ૨૫ ઓક્‍ટોબરથી ૪ નવેમ્‍બર, ૨૦૨૫ એટલે કે ૧૧ દિવસીય રામાયણનું સમગ્ર ભારતની ભૂમિ પર બાપુ એક અનુષ્ઠાન માટે ચાલ્‍યા. આ એક અતિ વિશેષ ના વિન્‍ય પુર્ણ કથા હતી જેનું શીર્ષક હતું ‘માનસ રામયાત્રા' આ કથાના પવિત્ર સ્‍થાનોને સમગ્ર વિશ્વના નકશા પર વિશેષ રીતે પ્રકાશમાન કરવા રામકથાથી જોડી બાપુએ વિશેષ વંદના કરી.જો કે આ યાત્રાને પુ. મોરારિબાપુએ અહેતુક અને સ્‍વાન્‍તઃ સુખાય ગણાવી હતી. આ યાત્રા મંગલમય અને દિવ્‍ય રીતે સંપન્ન થઈ ગઈ.

કારતક સુદ ચતુર્થીથી આ યાત્રાકથાનો આરંભ થયો.એમાં સ્‍થાનો નક્કી કરવામાં આવ્‍યા કે જે રામ અવતાર કાર્ય દરમિયાન કોઈને કોઈ રીતે અતિ મહત્‍વના અને ચાવીરૂપ હોય. સને ૨૦૨૧ માં અવધધામથી ચિત્રકૂટ સુધીની એક પ્રથમ વનગમન યાત્રા સંપન્ન થઈ ચૂકી હતી.હવે બીજો તબક્કો ચિત્રકૂટથી થયો હતો.

કથાના મનોરથી અને સમગ્ર આયોજનની પદ્ધતિ

આ કથાનું મનોરથી પરિવાર હતો ભગવાન નાથદ્વારાની નિશ્રામાં સતત શિવ મહિમ્‍નસ્ત્રોતમા રામબાણ એવા મદનભાઈ પાલિવાલ અને તેમનો પરિવાર.બધા જ યાત્રાળુઓનું ર્બોડિંગ સૌ પહેલા નવી દિલ્‍હીના સફદરજંગ રેલવે સ્‍ટેશન ખાતેથી થયું,તે તારીખ હતી ૨૪મી નવેમ્‍બરની સાંજ. આ દિવસે અહીં રામલીલાનું પણ સ્‍ટેશન ઉપર મંચન થયું. એ જ મંચન ચિત્રકૂટમાં પણ સ્‍ટેશન પર દોહરાવવામાં આવ્‍યું. પછી જ્‍યાં જ્‍યાં ટ્રેન પહોંચવાની હતી ત્‍યાં નજીકના એક કથા સ્‍થળ સુધી ટ્રેન જાય છે અને ત્‍યાંથી બધા જ યાત્રાળુઓ બસ અને કાર રસ્‍તે કથા સ્‍થળ સુધી પહોંચે છે અને ફરી પાછા એ જ રીતે ટ્રેનના કોચમાં આવી પહોંચે છે. આ રીતે લગભગ બધા જ દિવસો સુધી આયોજન થયું. આઠમા દિવસની કથા શ્રીલંકાના કોલંબોમાં યોજાઈ હતી. જ્‍યાં પહોંચવા માટે બધા લોકો હવાઈ માર્ગે મદુરાઈથી ગયા અને નવમા દિવસની કથા રામ રાજ્‍યના સ્‍થાપન સાથે અયોધ્‍યામાં ૪ નવેમ્‍બરના રોજ યોજાઈ હતી. લંકાની કથા પૂરી કરીને ૩ નવેમ્‍બરે બધા જ રામભક્‍તો વિમાન મારફતે અયોધ્‍યા પહોંચ્‍યા અને ત્‍યાં કથાને વિરામ આપવામાં આવ્‍યો.

કથાના સ્‍થળોની પસંદગી

કથાના મુખ્‍ય એવા નવ સ્‍થળોને પસંદ કરવામાં આવ્‍યાં.જેમાં પહેલું સ્‍થળ હતું ચિત્રકૂટ પાસેનું અત્રિ મુનિ આશ્રમ કે જ્‍યાં માતા અનસુયાએ ત્રિદેવને શ્રાપ આપી દીધેલો. બીજું સ્‍થળ મધ્‍યપ્રદેશના સતના શહેરની બાજુમાં આવેલા  સલેહા પાસેનો અગત્‍સ્‍યમુનીનો આશ્રમ હતો. પછીનું સ્‍થળ ત્રીજું સ્‍થળ એ પંચવટી કે જ્‍યાં માં જાનકીનું અપહરણ થયું. ત્‍યાર પછી યાત્રા ચોથા મુકામ સુધી કર્ણટકના શબરીનો આશ્રમ આવે છે .જેને સુરીબન તરીકે ઓળખવામાં આવે છે.પાંચમું સ્‍થાન હવે ઋષિમુક પર્વત અને છઠ્ઠું હતું પ્રવસન પર્વત હતું. પાંચમો દિવસ એ ઋષિમુક પર્વત માટે સમર્પિત હતો.અહીં પંપા સરોવર પણ છે. પછીનું છઠ્ઠું સ્‍થાન એ પ્રવસન પર્વત હતું કે જ્‍યાં ભગવાન શ્રી રામે વાલીનું નિર્વાણ કર્યું અને ચાતુર્માસ આ સ્‍થળે ગાળ્‍યો.સાતમો દિવસ સેતબંધુ રામેશ્વરના અનુષ્ઠાન માટે યોજાયો. ભગવાન શ્રી રામે અહીંથી વાનરોની મદદથી લંકા જવા માટેનો માર્ગ પ્રશસ્‍ત કર્યો. ભગવાન રામ લંકા પહોંચ્‍યા.હવે અહીંથી ટ્રેનની યાત્રા પૂરી થાય છે. બધા શ્રદ્ધાળુ જમીન માર્ગે પહોંચે છે મદુરાઈ એરપોર્ટ અને મદુરાઈથી એર ઈન્‍ડિયાની બે ફ્‌લાઈટ જે ચાર્ટર કરવામાં આવી હતી. તે બધાં ૩૬૪ જેટલા મુસાફરોને લંકાના કોલંબો પહોંચાડે છે.તારીખ ૩ ના રોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી રાવણને નિર્વાણ ગતિ લંકામાં અપાય છે. લંકાકાંડના સમાપન સાથે હવે બધા જ યાત્રાળુ ફરી એ જ ચાર્ટર ફ્‌લાઈટોમાં  આજ દિવસે સાંજે રવાના થઈને અયોધ્‍યાના રામરાજ્‍ય સ્‍થાપના માટેના ઉત્‍સવમાં સામેલ થવા પહોંચી જાય છે અવધ નગરીમા. કથા ક્રમની ૯૬૬મી રામકથા ફરી એક વખત અવધપુરીમાં ભગવાન શ્રીરામના ચરણોમાં સમર્પિત થઈને ધન્‍ય ધન્‍ય થાય છે.

 કથા ચોપાઈ અને યાત્રાળુઓ

આ કથા રામ વનગમનની કથા હતી એટલે તેની ચોપાઈઓ ‘‘સકલ મુનિ વિદા કરાઈ,સીતા સહિત ચલે દો ભાઈ'' એટલે કે રામને વનમા મોકલવા માટે ચિત્રકૂટ છે બધા જ મુનિઓએ સાધુ સંતો ભગવાન રામને વિદાય આપે છે અને સીતાજી સહિત બંને ભાઈઓ અહીંથી વિદાય લે છે. ‘‘રઘુપતિ ચિત્રકૂટ બસી નાના,ચરિત કીયે શ્રુતિ સુધા સમાના, બહુરી રામ અસ મન અનુમાના, હોઈરી ભીર સબહી મોહી જાર્નાં''

આ ચોપાઈઓનું ગુંજારવ સૌ યાત્રાળુઓને ભીનો ભીનો રામજીનો અહેસાસ કરાવતો હતો. આ યાત્રા ભારત દર્શન ટ્રેનથી આઈઆરસીટીસીના માધ્‍યમથી યોજાઈ હતી.આ ટ્રેનમાં કુલ ૨૨ કોચ હતાં.જેમાં પ્રથમ કોચનું નામ ‘‘કૈલાશ'' હતું,તેમાં પૂજ્‍ય મોરારિબાપુ યાત્રા કરી રહ્યા હતા.બાકીના અન્‍ય કોચના પણ કથા અનુરૂપ નામકરણ કરવામાં આવ્‍યા હતા. આખી ટ્રેનને યાત્રાના સ્‍થાનો મુજબ સજાવવામાં આવી હતી. ટ્રેનમાં ૬૦ જેટલા સહાયક કર્મચારીઓ હતા. પ્રથમ વર્ગ, દ્વીતીય વર્ગ અને તળતીય વર્ગની શ્રેણીના મુસાફરો વાળી આખી ગાડી વાતાનુંકુલિત હતી અને સૌ ખૂબ આનંદ સાથે મુસાફરી કરી શકયાં હતા.કુલ ૪૧૧ મુસાફરો પૈકીના ૧૦૭ શ્રદ્ધાળુઓ વિદેશી ભારતીય હતા કે જેનો પાસપોર્ટ ભારતીય નહોતો.આ યાત્રાળુ કુલ ૮ દેશમાંથી આવ્‍યા હતાં.તેમાં સૌથી વધારે સંખ્‍યા ઇંગ્‍લેન્‍ડની હતી કે જેનો કુલ આંકડો ૫૯ જેટલો હતો.લગભગ પાંચેક જેટલા સાધુ સંતો પણ યાત્રામાં સાથે જોડાયા હતા.જેમાં વારાણસીથી પુ.સંતોષદાસજી મહારાજ,જૈન મુનિ લોકેશ મુનિજી ઓમકારેશ્વરથી એક સંત, વળંદાવન અને ઓરછાના સંતો પણ યાત્રામાં સામેલ હતાં. સાહિત્‍યકારો, પત્રકારો પણ યાત્રામાં સફર કરી રહ્યા હતા.હિન્‍દી ચેનલના અને ગુજરાતી ઈલેક્‍ટ્રોનિક ચેનલ સાથે જોડાયેલાં પત્રકારો પણ હતાં.નેપાળના લુંબીનીના ઓશો આશ્રમના બે સંન્‍યાસીઓ તથા એક સંન્‍યાસી યુક્રેનથી કે જે હિન્‍દી, ગુજરાતી કે ભારતની કોઈ ભાષા જાણતા નથી તો પણ એક શ્રદ્ધાથી માત્ર જોડાયા હતા.એવા મારિયાના કે જે કથામાં સાથે સાથે ઝૂમતા હતા.

 આયોજક અને સંકલન કર્તા શ્રી રુપેશ વ્‍યાસજી

રૂપેશજી કથાના મનોરથી અને વ્‍યાસપીઠની સેવામાં સતત એવા શ્રી મદનલાલજીના નિકટતમ સંબંધી છે તેથી તેઓ આ રામકથાના સંકલન અને આયોજનમાં જોડાયેલા રહ્યાં. રૂપેશભાઈ ઓગસ્‍ટ ૨૦૨૩ માં યોજાયેલી આવી જ દ્વાદશ જ્‍યોર્તિલિંગ રામકથામાં પણ આયોજનની મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી ચૂકયા હતા. તેથી તેમની પાસે એક વિશેષ અનુભવ હતો. કદાચ શ્રી રૂપેશભાઈ વ્‍યાસ સિવાય કોઈ ભાગ્‍યે જ આ પ્રકારનું સ્‍થાપત્‍ય રચી શકે. તેમને સમગ્ર આયોજન માટે જેટલા ધન્‍યવાદ અભિનંદન આપીએ એટલાં ઓછાં પડે!.(૨.૯)

 

સંકલન -તખુભાઇ સાંડસુર

મો.૯૪૨૭૫ ૬૦૩૬૬

(1:14 PM IST)