<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

મુંબઈમાં ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની ડ્રીમ સ્પોર્ટ્સ કંપનીએ અત્યંત મોંઘા ગણાતા વર્લીમાં મહિને ૫ કરોડના જંગી ભાડાથી ૧.૬૯ લાખ ચોરસ ફૂટની આલીશાન ઓફિસ લીધી: પ્રતિ ચોરસ ફૂટનો ભાવ ૩૦૦ રૂપિયા

કંપની આ ઓફિસ માટે દર મહિને ૫.૦૭ કરોડ રૂપિયાનું તોતિંગ ભાડું ચૂકવશે.

મુંબઈ: ડ્રીમ સ્પોર્ટ્સની પેરેન્ટ કંપની સ્પોર્ટા ટેક્નોલોજીએ મુંબઈના વર્લી વિસ્તારમાં ૫ વર્ષ માટે જંગી ભાડા કરાર સાથે વિશાળ ઓફિસ સ્પેસ લીધી છે.

ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની ડ્રીમ સ્પોર્ટ્સની મૂળ કંપની સ્પોર્ટા ટેક્નોલોજીએ મુંબઈના અત્યંત મોંઘા ગણાતા વર્લી વિસ્તારમાં ૧,૬૯,૦૦૦ ચોરસ ફૂટની ઓફિસ જગ્યા ભાડે લીધી છે.

રિયલ એસ્ટેટ માર્કેટના આ મોટા સોદા મુજબ, કંપની આ ઓફિસ માટે દર મહિને ૫.૦૭ કરોડ રૂપિયાનું તોતિંગ ભાડું ચૂકવશે.

આ ઓફિસ માટે પ્રતિ ચોરસ ફૂટનો ભાવ ૩૦૦ રૂપિયા નક્કી થયો છે અને આ કરાર ૫ વર્ષના સમયગાળા માટે કરવામાં આવ્યો છે.

(7:18 PM IST)