<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

વધુ પડતા ટેક્સ વધારાને કારણે લક્ષ્મી મિત્તલ જેવા અબજોપતિઓ બ્રિટન છોડી રહ્યા છે: બ્રિટિશ મંત્રી પીટર કાઈલનો એકરાર

ટેક્સના ઊંચા દરો ધનિકોને દેશ છોડવા મજબૂર કરી રહ્યા છે તે ચિંતાજનક છે

લંડન:  સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ દ્વારા બ્રિટન છોડવાની વાતો વચ્ચે બ્રિટનના વેપાર મંત્રીએ સ્વીકાર્યું છે કે ટેક્સના ઊંચા દરો ધનિકોને દેશ છોડવા મજબૂર કરી રહ્યા છે.
વિશ્વ વિખ્યાત સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ હવે બ્રિટન છોડીને અન્યત્ર સ્થાયી થઈ રહ્યા હોવાના અહેવાલો વહેતા થયા છે.

આ ઘટનાક્રમ વચ્ચે બ્રિટનના બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી પીટર કાઈલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે બ્રિટનમાં હાલમાં જે રીતે ટેક્સના દરોમાં વધારો કરવામાં આવ્યો છે, તેના કારણે અબજોપતિ ઉદ્યોગપતિઓ અને સંપત્તિ સર્જકો દેશ છોડવા માટે પ્રેરાઈ રહ્યા છે. અર્થતંત્ર માટે આ પ્રવાહ ચિંતાજનક સાબિત થઈ શકે છે.

(7:20 PM IST)