<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ભારતીય નૌસેનાની તાકાત વધશે: ૨૦૩૦ સુધીમાં તમામ યુદ્ધજહાજો પર બ્રહ્મોસ મિસાઈલ તૈનાત કરાશે

વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતીય નૌકાદળના નાના-મોટા તમામ યુદ્ધજહાજોને : 'બ્રહ્મોસ'થી સજ્જ કરવાની યોજના તૈયાર કરવામાં આવશે

મુંબઈ: ભારતીય નૌસેનાએ પોતાની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતીય નૌકાદળના નાના-મોટા તમામ યુદ્ધજહાજોને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ 'બ્રહ્મોસ'થી સજ્જ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. 

 

અત્યાર સુધી માત્ર પસંદગીના જહાજો પર જ આ મિસાઈલ હતી, પરંતુ હવે સંપૂર્ણ કાફલાને આ ઘાતક હથિયારથી સુરક્ષિત કરવામાં આવશે. 

 

આ પગલું હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી સામે ભારતની સ્થિતિ મજબૂત કરશે.

(8:16 PM IST)