News of Wednesday, 26th November 2025
વડાપ્રધાન મોદી ૨૭ નવેમ્બરે દેશના સ્પેસ સ્ટાર્ટઅપ 'સ્કાયરૂટ એરોસ્પેસ'ના અત્યાધુનિક 'ઈન્ફિનિટી કેમ્પસ'નું ઉદ્ઘાટન કરશે
ભારતની ખાનગી અવકાશ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ: એક જ છત નીચે રોકેટ ઉત્પાદન માટેની તમામ સુવિધાઓ મળતી થઈ જશે

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૭ નવેમ્બરે સવારે ૧૧ વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસના 'ઈન્ફિનિટી કેમ્પસ'નું ઉદ્ઘાટન કરશે. આ કેમ્પસ ભારતની ખાનગી અવકાશ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ સમાન માનવામાં આવે છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન 'મેક્સ-ક્યુ' નામના ઇન્ટિગ્રેટેડ સુવિધા કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે, જે એક જ છત નીચે રોકેટ ઉત્પાદન માટેની તમામ સુવિધાઓ પૂરી પાડશે.
૬૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું આ કેમ્પસ દર વર્ષે અનેક પ્રક્ષેપણ વાહનો તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, સ્કાયરૂટ એરોસ્પેસ એ ભારતની પ્રથમ ખાનગી કંપની હતી જેણે વિક્રમ-એસ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ નવા કેમ્પસથી ભારતના સ્પેસ સેક્ટરને ખાનગી ભાગીદારીમાં મોટો વેગ મળશે અને વૈશ્વિક સ્તરે ભારતની પકડ મજબૂત થશે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
