News of Wednesday, 26th November 2025
કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવા અંગે માત્ર ચાર-પાંચ લોકો વચ્ચે 'ગુપ્ત સમજૂતી' થઈ છે: જાહેરમાં ચર્ચા કરવા માગતો નથી
ડી.કે. શિવકુમારનું ચોકાવનારૂ નિવેદન: કહ્યું કે પોતે અંતરાત્મામાં વિશ્વાસ રાખે છે અને પક્ષની આંતરિક બાબતોને મીડિયા સમક્ષ લાવવા માગતા નથી

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે મંગળવારે એક ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં મુખ્યમંત્રી બદલવા અંગેનો નિર્ણય એ પક્ષના માત્ર ચાર થી પાંચ લોકો વચ્ચેની 'ગુપ્ત સમજૂતી' છે અને તેઓ આ બાબતે જાહેરમાં ચર્ચા કરવા માંગતા નથી.
જ્યારે તેમને સિદ્ધારમૈયાના સ્થાને મુખ્યમંત્રી પદમાં ફેરફાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે શિવકુમારે સ્પષ્ટતા કરી કે તેઓ પોતાની અંતરાત્મામાં વિશ્વાસ રાખે છે અને પક્ષની આંતરિક બાબતોને મીડિયા સમક્ષ લાવવા માગતા નથી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ અને રાજ્યના નેતાઓ વચ્ચે અઢી વર્ષના કાર્યકાળની વહેંચણી અંગે કોઈ સમજૂતી થઈ હોઈ શકે છે.
શિવકુમારના આ નિવેદને કર્ણાટકના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે અને આગામી સમયમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ બની છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
