<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલમાં આવી રહેલા નવા આવકવેરા કાયદા-૨૦૨૫ અંતર્ગત ચેરીટેબલ સંસ્થાઓ માટેના નિયમો સરળ બનાવાશે

નાણા મંત્રાલય હાલમાં ચેરીટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા ભરવામાં આવતા વિવિધ ફોર્મ્સની સમીક્ષા રહ્યૂ છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર નવા આવકવેરા કાયદા-૨૦૨૫ ને ૧ એપ્રિલ, ૨૦૨૬ થી લાગુ કરવા જઈ રહી છે, ત્યારે નાણા મંત્રાલયે ચેરીટેબલ સંસ્થાઓ માટેના અનુપાલન ફોર્મ્સને સરળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ ફેરફારોનો હેતુ સામાજિક સંસ્થાઓ પરનો બોજ ઘટાડવાનો છે.
નાણા મંત્રાલય હાલમાં ચેરીટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા ભરવામાં આવતા વિવિધ ફોર્મ્સની સમીક્ષા કરી રહ્યું છે. નવા કાયદા હેઠળ જટિલ પ્રક્રિયાઓને દૂર કરીને તેને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવશે, જેથી સંસ્થાઓને ટેક્સ ફાઈલિંગ અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓમાં સરળતા રહે. 
સરકારનો આ અભિગમ સામાજિક ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી કાગળ કામ ઘટાડવા માટે મહત્વનો સાબિત થશે.

(12:06 AM IST)