<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

દિલ્હીના પ્રદૂષણથી સુપ્રીમ કોર્ટમાં ચાલુ દલીલ વકીલનો અવાજ જતો રહ્યો: ચીફ જસ્ટિસની ટકોર: હા, આ અત્યારે દિલ્હીની આ હાલત છે

વરિષ્ઠ વકીલ શંકરનારાયણનને દલીલ કરતી વખતે બોલવામાં તકલીફ પડી હતી અને તેમનો અવાજ બેસી ગયો હતો.

 

દિલ્હી: પાટનગરમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિની અસર હવે સુપ્રીમ કોર્ટના કોર્ટરૂમ સુધી પહોંચી છે. મંગળવારે સુનાવણી દરમિયાન એક વરિષ્ઠ વકીલ શંકરનારાયણનને દલીલ કરતી વખતે બોલવામાં તકલીફ પડી હતી અને તેમનો અવાજ બેસી ગયો હતો.

જ્યારે વકીલે ગળું સાફ કરીને માફી માંગી અને કહ્યું કે "માય લોર્ડ, મારો અવાજ જતો રહ્યો છે," ત્યારે સીજેઆઇ જસ્ટિસ સૂર્યકાંતે તરત જ ટકોર કરી હતી
કે, "હા, આ અત્યારે દિલ્હીની આ હાલત છે."

આ ઘટના દિલ્હીના ખરાબ હવામાન અને ઝેરી હવા લોકોના સ્વાસ્થ્ય પર કેવી સીધીઅસર કરી રહી છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત જોખમી સપાટીએ રહ્યું છે.

(12:23 AM IST)