<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

મહારાષ્ટ્રમાં રસ્તાઓના વિકાસ માટે અને રસ્તાઓની કનેક્ટિવિટી સુધારવા માટે એડીબી ૪૦૦ મિલિયન ડોલરની જંગી લોન આપશે

ગ્રામીણ અને શહેરી વિસ્તારોને જોડતા રસ્તાઓનું નેટવર્ક મજબૂત કરવામાં આવશે

મુંબઈ: એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) એ મહારાષ્ટ્રમાં રસ્તાઓની કનેક્ટિવિટી સુધારવા માટે ૪૦૦ મિલિયન ડોલરની લોન મંજૂર કરી છે. આ ભંડોળનો ઉપયોગ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રસ્તાઓના આધુનિકીકરણ અને નવા માર્ગો બનાવવા માટે કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ મહારાષ્ટ્રના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને જોડતા રસ્તાઓનું નેટવર્ક મજબૂત કરવામાં આવશે, જેનાથી પરિવહન સરળ બનશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે. એડીબીના સહયોગથી તૈયાર થનારા આ રસ્તાઓ માત્ર વાહનવ્યવહાર માટે જ નહીં, પરંતુ ખેડૂતોને તેમના ઉત્પાદનો બજાર સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ થશે. ચોમાસામાં ખરાબ થતા રસ્તાઓની સમસ્યામાંથી પણ આ પ્રોજેક્ટ દ્વારા કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

(12:06 AM IST)