<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી: વર્ષ ૧૯૪૯માં આજના દિવસે જ બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો

નવીદિલ્હી: આજે ૨૬ નવેમ્બર, એટલે કે 'સંવિધાન દિવસ' નિમિત્તે સમગ્ર દેશમાં બંધારણના ઘડવૈયાઓને યાદ કરવામાં આવી રહ્યા છે. આ પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંસદ ભવનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં યોજાનારા મુખ્ય સમારોહમાં હાજરી આપી રહ્યા છે અને રાષ્ટ્રને સંબોધન કરશે.

 

વર્ષ ૧૯૪૯માં આજના દિવસે જ બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના સ્પીકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે. વડાપ્રધાન મોદી તેમના સંબોધનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને બિરદાવવાની સાથે 'વિકસિત ભારત'ના સંકલ્પમાં બંધારણીય મૂલ્યોના મહત્વ પર પ્રકાશ પાડશે. 

 

આ પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા બંધારણીય જાગૃતિ માટેના કેટલાક વિશેષ ડિજિટલ પોર્ટલ અને પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

 

(9:54 AM IST)