<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ચીનમાં ૧૮ કલાક અટકાયત અને અપમાન સહન કરનાર અરુણાચલની યુવતીનો ટ્રોલર્સને જડબાતોડ જવાબ

શાંઘાઈ: ચીનના શાંઘાઈ એરપોર્ટ પર ભારતીય હોવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલી અને ૧૮ કલાક સુધી કસ્ટડીમાં રહેલી અરુણાચલ પ્રદેશની યુવતીએ સોશિયલ મીડિયા પર તેને નિશાન બનાવનારા લોકોને સણસણતો જવાબ આપ્યો છે. ચીની અધિકારીઓ દ્વારા કરાયેલા અપમાન બાદ હવે પોતાના જ દેશના અમુક લોકો દ્વારા ટ્રોલ થતાં તેણે પોતાની વેદના અને આક્રોશ વ્યક્ત કર્યો છે.

 

તાજેતરમાં અરુણાચલ પ્રદેશની એક યુવતીને ચીનના શાંઘાઈ એરપોર્ટ પર ચીની અધિકારીઓએ અટકાયતમાં લીધી હતી. તેના ભારતીય દસ્તાવેજો અને અરુણાચલ પ્રદેશના નાગરિકત્વને લઈને ચીની સત્તાવાળાઓએ તેને ૧૮ કલાક સુધી કસ્ટડીમાં રાખી હતી અને કથિત રીતે તેનું અપમાન પણ કર્યું હતું. આ ઘટના બાદ જ્યારે તેણે સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી વર્ણવી, ત્યારે કેટલાક યુઝર્સે તેને સધિયારો આપવાને બદલે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

 

આવી ટીકાઓનો સામનો કરતા યુવતીએ નવી પોસ્ટ કરીને લખ્યું છે કે તેને ભારતીય હોવાનો ગર્વ છે અને જે લોકો તેના ભારતીય હોવા પર સવાલ ઉઠાવી રહ્યા છે અથવા મજાક ઉડાવી રહ્યા છે તેમને શરમ આવવી જોઈએ. તેણે સ્પષ્ટ કર્યું કે ચીનમાં તેની સાથે જે વર્તન થયું તે અસ્વીકાર્ય હતું અને પોતે એક ભારતીય નાગરિક તરીકે સંપૂર્ણ સન્માનની હકદાર છે.

 

 

(1:18 PM IST)