News of Wednesday, 26th November 2025
મારવાડી યુનિવર્સિટીનો ૮મો કોન્વોકેશનઃ ૩૩૫૮ છાત્રોને ડીગ્રી એનાયત
૪૫ તેજસ્વી છાત્રોને ગોલ્ડમેડલથી સન્માનઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રિત કોૈરની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટઃ શિક્ષણ, સંશોધન અને નવીનતાના અગ્રણી કેન્દ્ર તરીકે જાણીતી મારવાડી યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૫નું ૮મું કન્વોકેશન ઉત્સાહ, ગૌરવ અને અનેરા જોમ સાથે સફળતાપૂર્વક ઉજવાયું. આ ઐતિહાસિક સમારંભમાં ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરની વિશિષ્ટ ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની.
સમારંભમાં મારવાડી યુનિવર્સિટી ના ચેરમેન કેતનભાઈ મારવાડી, વાઈસ ચેરમેન અને કો-ફાઉન્ડર જીતુભાઈ ચંદારાણા, ટ્રસ્ટના ડિરેક્ટર્સ, પ્રોવોસ્ટ પ્રો. ડો. આર. બી. જાડેજા, પ્રોવાઇસ ચાન્સેલર, એક્સિકયુટિવ રજિસ્ટ્રાર, રજિસ્ટ્રાર, વિભાગીય ડીન્સ, પ્રિન્સિપાલસ, પ્રાધ્યાપકો, પૂર્વ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા.
આ વર્ષે કન્વોકેશનમાં કુલ ૩૩૫૮ વિદ્યાર્થીઓને ઈજનેરી, મેનેજમેન્ટ, સાયન્સ, લો, કોમર્સ, ફાર્મસી, ફિઝિયોથેરાપી અને પીએચ.ડી. સહિતના વિષયોમાં ડિગ્રી એનાયત કરવામાં આવી. શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધાર પર ૪૫ ગોલ્ડ મેડલિસ્ટ્સને વિશેષ સન્માન અપાયું, જેમાં ૧૧ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સમાવેશ થવો મારવાડી યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે.
પ્રોવોસ્ટ પ્રો. ડો. આર. બી. જાડેજાએ પોતાના વાર્ષિક અહેવાલમાં યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન, પ્લેસમેન્ટ અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓની સરાહના કરતા જણાવ્યું કે યુનિવર્સિટી QS Asia University Rankings ૨૦૨૬માં રેન્ક 353 પર સ્થાન પામી તેમજ ગુજરાતની No. 1 પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત કરી. NAACમાં _ A+ (3.31 CGPA)ラપ્રદેશમાં સર્વોચ્ચラસાથે રાજ્ય સરકાર તરફથી Centre of Excellence પુરસ્કાર પ્રાપ્ત કર્યો.
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર Tier-1 NBA Accreditation મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
૨૦૨૦-૨૦૨૫ દરમિયાન 3,066 + સંશોધન પ્રકાશનો, ૫૯૬ પેટેન્ટ ફાઇલિંગ, 543 પેટેન્ટ પ્રકાશન અને 34 સ્ટાર્ટઅપ ઇન્કયુબેશન સાથે સંશોધનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી. ટ્રસ્ટી શ્રી ધ્રુવ મારવાડીએ જણાવ્યુઃ ં ‘‘વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રિત કૌરની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય ક્ષણ છે. MU વિદ્યાર્થીઓને વૈશ્વિક પ્રતિસ્પર્ધા માટે સશક્ત બનાવવા અને નવીનતા આધારિત અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રતિબદ્ધ છે.''
મારવાડી યુનિવર્સિટિનું ૮મું કન્વોકેશન માત્ર ડિગ્રી વિતરણનો કાર્યક્રમ નહીં, પરંતુ નવી શરૂઆત, નવા સંકલ્પો અને ઉજ્જવળ ભવિષ્યની શરૂઆતનું પ્રતિક સાબિત થયું છે. યુનિવર્સિટી તમામ વિદ્યાર્થીઓને તેમની આગામી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવે છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
