News of Thursday, 27th November 2025
મહત્વના સમાચારો

* અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે પોતાનું આકરું વલણ અપનાવ્યું છે. તાલિબાન સરકારે અચાનક તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે, જેનાથી પાકિસ્તાન માટે નો-એન્ટ્રી ઝોન બનાવવામાં આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર પાકિસ્તાન જતી અને જતી ફ્લાઇટ્સ પર પડશે.
* વધુ એક પશ્ચિમ આફ્રિકાનો નાનો પણ રાજકીય રીતે અસ્થિર દેશ ગિની-બિસાઉમાં તખ્તાપલટ: અચાનક મોટું સંકટ ઉભુ થયું: લશ્કરી અધિકારીઓએ સરકાર ઉપર 'સંપૂર્ણ નિયંત્રણ' સ્થાપિત કરી લીધું: સેનાએ તાત્કાલિક અસરથી ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દીધી: દેશની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી
* છેલ્લા ત્રણ અઠવાડિયાથી ઇમરાન ખાનનો કોઈ સંપર્ક ન હોય મિલીટ્રી દ્વારા જેલમાં તેમની હત્યા થયાની ભારે અફવા પાકિસ્તાનમાં ફેલાયેલી છે, ત્યારે પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઉપર જેલની અંદર ફરી એકવાર ઘાતક હુમલો થયો છે. રાવલપિંડીમાં જેલ બહાર ઇમરાન ખાનના સમર્થકો ઉપર ગોળીબાર થયાના પણ અહેવાલો પ્રસરી રહ્યા છે.
* ઉત્તર પ્રદેશના બરેલીમાં પ્લાયવુડ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો માલ સળગી ગયો
* રાજસ્થાનના અજમેર રેલવે સ્ટેશન ઉપર ભારે હડકંપ મચ્યો, સ્ટેશન ઉપર બોમ્બ વિસ્ફોટની સૂચના મળતા અફરાતફરી, પોલીસે ત્રણ યુવકોને ધરપકડ કરી
* ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોટો અકસ્માત સર્જાયો, બ્રિજ તોડીને રેલ્વે ટ્રેક ઉપર ડમ્પર ખાબક્યું, એ જ સમયે ટ્રેન પસાર થતા સહેજમાં મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ, મારે ધમાલ મચી
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
