<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

દક્ષિણ કોરિયાની અવકાશમાં મોટી છલાંગ: નૂરી રોકેટે સૌથી મોટો સેટેલાઇટ લોન્ચ કરી ઐતિહાસિક સફળતા મેળવી

દક્ષિણ કોરિયાએ પોતાના સ્વદેશી સ્પેસ પ્રોગ્રામ હેઠળ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશે પોતાના જ પ્રદેશમાં વિકસાવેલા 'નૂરી' રોકેટ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો સેટેલાઇટ સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કર્યો છે, જે તેમના સ્પેસ મિશન માટે એક મોટી કામયાબી છે.

 

દક્ષિણ કોરિયાના આ ત્રીજા પ્રક્ષેપણમાં નૂરી રોકેટે મુખ્ય કોમર્શિયલ ગ્રેડ સેટેલાઇટને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો છે. આ સફળતા સાથે દક્ષિણ કોરિયા એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે કે જેઓ પોતાની જ ટેકનોલોજી અને રોકેટ દ્વારા ભારે ઉપગ્રહોને અંતરીક્ષમાં મોકલવાની ક્ષમતા ધરાવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે આ મિશનને દેશના એરોસ્પેસ ઉદ્યોગ માટે 'ટર્નિંગ પોઈન્ટ' ગણાવ્યું છે. આ લોન્ચિંગ બાદ કંટ્રોલ રૂમમાં વૈજ્ઞાનિકોએ ઉજવણી કરી હતી અને વિશ્વભરના દેશોએ દક્ષિણ કોરિયાની આ તકનીકી પ્રગતિની નોંધ લીધી છે.

(9:35 AM IST)