જામનગરનું વનતારા સંવર્ધન કેન્દ્ર વૈશ્વિક શ્રેષ્ઠતાનું કાયદેસરનું હબ છે
યુએન સાથે સંકળાયેલા વાઇલ્ડલાઇફ કન્વેન્શન દ્વારા સત્તાવાર પુષ્ટિઃ વિરોધીઓના ભ્રામક આક્ષેપો ફગાવ્યા : વનતારાના એન્ક્લોઝર્સ, પશુચિકિત્સા પદ્ધતિઓ, રેકર્ડ, બચાવ કામગીરી અને કલ્યાણકારી પ્રોટોકોલ્સનું વિગતવાર નિરીક્ષણ કરાયું: વનતારા સંબંધિત બધી ફરિયાદો અને મીડિયા અહેવાલો ‘‘નિરાધાર, પાયાવિહોણા અને કોઈપણ તથ્ય અથવા કાનૂની આધાર વિનાના'': વનતારામાં બધા પ્રાણીઓને કાયદેસર રીતે બિન-ધંધાદારી હેતુઓ માટે માન્ય આયાત પરવાના સાથે લાવવામાં આવ્યા હતાઃ વન્યજીવોની કોઈ દાણચોરી, કાળા નાણાંની હેરફેર અથવા નાણાકીય ગેરરીતિઓ આચરાઈ ન હતી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૭: ગુજરાતના જામનગરમાં આવેલું વનતારા સંવર્ધન કેન્દ્ર પ્રાણીઓની સંભાળ માટે કાયદેસરતા, પારદર્શકતા અને વિજ્ઞાન-આધારિત વૈશ્વિક માપદંડોનું પાલન કરે છે, તેવી પુષ્ટિ સંયુક્ત રાષ્ટ્ર (યુનો) સાથે સંકળાયેલા વાઇલ્ડલાઇફ કન્વેન્શન (સીઆઈટીઈએસ) દ્વારા કરવામાં આવી છે. ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત સીઆઈટીઈએસની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ પગલાં લેવા પર્યાપ્ત પૂરાવા કે આધાર નથી તેવી પુષ્ટિ કરીને ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે. આ પરિણામ વનતારાને વિશ્વના સૌથી વધુ નૈતિકતાપૂર્ણ સંચાલિત અને વ્યવસાયિક ઢબે ચાલતા વન્યજીવ સંરક્ષણ કેન્દ્રોમાંના એક તરીકે પ્રસ્થાપિત કરે છે.
યુએન સંકળાયેલ સીઆઈટીઈએસનું સંપૂર્ણ સમર્થન
સીઆઈટીઈએસ સચિવાલય, જે વૈશ્વિક વન્યજીવ નિયમોના અનુપાલનની સમીક્ષાની જવાબદારી ધરાવે છે, તેણે સપ્ટેમ્બર ૨૦૨૫માં વનતારામાં બે દિવસનું મિશન હાથ ધર્યું હતું. આ મુલાકાત દરમિયાન વનતારાના એન્ક્લોઝર્સ, પશુચિકિત્સા પદ્ધતિઓ, રેકર્ડ, બચાવ કામગીરી અને કલ્યાણકારી પ્રોટોકોલ્સનું વિગતવાર નિરીક્ષણ કરાયું હતું.
ગત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરાયેલા અહેવાલમાં, સચિવાલયે વનતારાને આધુનિક માળખાગત સુવિધા, અદ્યતન પશુચિકિત્સા સંભાળ અને ઘનિષ્ઠ બચાવ અને પુનર્વસન પ્રણાલિઓ ધરાવતી વિશ્વ-સ્તરીય, કલ્યાણકારી સંસ્થા તરીકે માન્યતા આપી હતી. આ અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, વનતારાનું કામ પ્રાણીઓના કલ્યાણ અને સંરક્ષણ પર કેન્દ્રિત છે અને આ સુવિધા ક્યારેય પણ કોઈપણ પ્રકારના ધંધાદારી પશુ વેપારમાં સામેલ નથી.
સુપ્રીમ કોર્ટ નિયુક્ત એસઆઇટીના તારણો સાથે સુસંગતતા..
સીઆઇટીએસનું આંતરરાષ્ટ્રીય તારણઃ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વનતારા સામેના દરેક આરોપની કાનૂની, નાણાકીય અને કલ્યાણકારી માપદંડોની એરણે ચકાસણી કરવા નિયુક્ત કરાયેલી ખાસ તપાસ ટીમના (એસઆઇટી) તારણો સાથે સંપૂર્ણપણે સુસંગત છે. એસઆઇટીએ દસ્તાવેજ ઓડિટ્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અધિકારીઓ સાથે પરામર્શ અને સ્થળ પર નિરીક્ષણ બાદ તારણ આપ્યું હતું કે વનતારા સંબંધિત બધી ફરિયાદો અને મીડિયા અહેવાલો નિરાધાર, પાયાવિહોણા અને કોઈપણ તથ્ય અથવા કાનૂની આધાર વિનાના હતા.
તપાસમાં પુષ્ટિ કરાઈ હતી કે
બધા પ્રાણીઓને કાયદેસર રીતે બિન-ધંધાદારી હેતુઓ માટે માન્ય આયાત પરવાના સાથે લાવવામાં આવ્યા હતા.
વન્યજીવોની કોઈ દાણચોરી, કાળા નાણાંની હેરફેર અથવા નાણાકીય ગેરરીતિઓ આચરાઈ ન હતી.
એસઆઈટીએ એ પણ અવલોકન કર્યું હતું કે વનતારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવા ઉપરાંત ગ્લોબલ હ્યુમન સર્ટિફાઇડ દરજ્જો ધરાવે છે અને પ્રાઇવેટ કલેક્શન તરીકે નહીં, પરંતુ એક સત્તાવાર, આંતરરાષ્ટ્રીય સ્તરે સીમાચિホ સ્થાપિત કરનારું બચાવ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર તરીકે કાર્યરત છે.
સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક માપદંડ
બંને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમીક્ષાઓમાં સ્પષ્ટ નિષ્કર્ષ નીકળ્યો છે કે વનતારાએ કાયદેસર અને પારદર્શક રીતે કામગીરી કરી છે અને પોતાની કામગીરીના દરેક તબક્કે સર્વોચ્ચ વૈજ્ઞાનિક અને નૈતિક માપદંડોને જાળવી રાખ્યા છે. વિશ્વ સમુદાયે વનતારાની અખંડિતતા અને ઉદ્દેશની અસરકારક રીતે પુનઃપુષ્ટિ કરી છે, જે દર્શાવે છે કે અનુપાલન, કરુણા અને વૈજ્ઞાનિક સઘનતા પર આધારિત વિશ્વ-સ્તરીય વન્યજીવ સંરક્ષણ ભારતમાં મોટાપાયે ચાલી રહ્યું છે. (વનતારાએ પ્રસિદ્ધ કરેલ સત્તાવાર અહેવાલ ઉપરથી)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
