<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

૨૦૦૨ની મતદાર યાદીમાં નામ શોધવું હવે ખૂબ જ સરળ

હવે તમે મતદાતા સેવા પોર્ટલ પર છેલ્‍લા SIR ઇ-રોલમાં તમારું નામ શોધો સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે

નવી દિલ્‍હી તા.૨૭: ભારતીય ચૂંટણી પંચે(ECI) મતદાતાઓને સરળતા પ્રદાન કરવા અને તાજેતરમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)માં ચોકસાઈ લાવવા માટે તેના મતદાતા સેવા પોર્ટલ (voters.eci.gov.in) પર એક મહત્ત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે.

છેલ્‍લા SIR ઇ-રોલમાં તમારું નામ શોધોહેઠળ શરૂ કરાયેલી આ નવી સુવિધા દ્વારા મતદારો હવે ૨૦૦૨ના છેલ્‍લા SIR ઇ-રોલમાં પોતાનું નામ અથવા તેમના સંબંધીઓનું નામ સરળતાથી ચકાસી શકશે.

માહિતીની ચકાસણીમાં મદદરૂપઃ  આ સેવા નાગરિકોને તેમની જૂની મતદાર નોંધણીની વિગતો ચકાસવામાં મદદ કરશે, જે વર્તમાન ચાલુ મતદાર યાદીની પ્રક્રિયાઓમાં વધારે ચોકસાઈ લાવવામાં ઉપયોગી થશે.

 સરળ સર્ચ ઑપ્‍શનઃ મતદારો ફક્‍ત રાજ્‍ય, પોતાનું નામ, સંબંધીનું નામ અને તેમની સાથેનો સંબંધ (પિતા, માતા, પતિ/પત્‍ની) જેવી ઓછામાં ઓછી વિગતો દ્વારા શોધ કરી શકે છે. અન્‍ય વિગતો જેમ કે જિલ્‍લો, વિધાનસભા મતવિસ્‍તાર (AC), અને પોલિગ સ્‍ટેશન વૈકલ્‍પિક છે.

દેશભરમાંથી શોધી શકાશેઃ આ નવી સુવિધા હેઠળ, મતદારો હવે ફક્‍ત પોતાના રાજ્‍યમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં ગમે ત્‍યાંથી તેમના નામની શોધ કરી શકે છે.

મતદારો નીચેના સરળ પગલાં અનુસરીને પોતાનું નામ ચકાસી શકે છેઃ

૧.  મતદાતા સેવા પોર્ટલ (voters.eci.gov.in)ની મુલાકાત લો.

૨.  હોમપેજ પર સેવાઓ (Services) વિભાગમાં, Search Your Name in Last SIR વિકલ્‍પ પર ક્‍લિક કરો.

૩.  Search by Elector Details ટેબ પસંદ કરો.

૪.  નીચેની આવશ્‍યક વિગતો ભરોઃ

- રાજ્‍ય (State)

- મતદારનું પૂરું નામ

- મતદારના સંબંધીનું પૂરું નામ

- સંબંધીનો પ્રકાર (Relative Type જેમ કે Father, Mother, Husband, Wife)

- વૈકલ્‍પિક રીતે, તમે વધુ સચોટ પરિણામો માટે જિલ્‍લો, વિધાનસભા મતવિસ્‍તાર, અને ઉંમર (આશરે) જેવી વિગતો ઉમેરી શકો છો.

- સ્‍ક્રીન પર દેખાતો કેપ્‍ચા દાખલ કરો અને 'શોધો બટન પર ક્‍લિક કરો.

મતદાતાઓને સચોટ નામથી પરિણામ ન મળે, તો નામની જોડણીના વિવિધ રૂપાંતરણો)નો ઉપયોગ કરીને પ્રયાસ કરવો જોઈએ અથવા જિલ્‍લા, AC અને ભાગ જેવી વધારાની માહિતી ભરીને ફરીથી પ્રયત્‍ન કરવો જોઈએ.

ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને તેમની માહિતીની ચકાસણી કરવા માટે આ સુવિધાનો ઉપયોગ અનુરોધ કરાયો છે.

(10:28 AM IST)