News of Thursday, 27th November 2025
કોમનવેલ્થ ગેમ્સથી અર્થતંત્રને પણ મળશે વેગઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો થશે વિકાસ
૨૦૩૦માં અમદાવાદ વિશ્વના નકશા પર ચમકશે, અને ૨૦૩૬ના ઓલિમ્પિક્સ તરફનો માર્ગ વધુ મજબૂત બનશે

અમદાવાદ તા.૨૭: આપણા ગુજરાતનો ડંકો હવે દેશમાં જ નહીં, વિશ્વમાં વાગી રહ્યો છે. હા, વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અમાણા અમદાવાદમાં યોજાશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને આની સત્તાવાર જાહેરાત કરી છે. આ એક મોટી સિદ્ધિ છે, જે ગુજરાતની લાંબા સમયની તૈયારીઓનું પરિણામ છે.
તો શું છે આ કોમનવેલ્થ ગેમ્સ?. આ એક મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ છે, જેમાં કોમનવેલ્થ દેશોના એથ્લીટ્સ ભાગ લે છે. દર ચાર વર્ષે યોજાતી આ ગેમ્સમાં એથ્લેટિક્સ, સ્વિમિગ, વેઇટલિફિટંગ જેવી ૧૫થી વધુ સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે. આ વખતે અમદાવાદ બે નવી અથવા પરંપરાગત સ્પોર્ટ્સ પણ પ્રસ્તાવિત કરી શકે છે.
આ એક મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ કોમનવેલ્થ દેશોના એથ્લીટ્સ ભાગ લે છે
દર ૪ વર્ષે યોજાતી ગેમ્સ એથ્લેટિક્સ, સ્વિમિગ, વેઇટલિફિટંગ જેવી ૧૫થી વધુ રમત
કોમનવેલ્થનો ઈતિહાસ ઘણો જૂનો છે. ૧૯૩૦માં કેનેડાના હેમિલ્ટનમાં બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે શરૂ થયેલી આ ગેમ્સ ૧૯૫૪માં બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ બની અને ૧૯૭૮થી કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખાય છે. ભારતે છેલ્લે ૨૦૧૦માં દિલ્હીમાં આનું આયોજન કર્યું હતું, જેમાં અનેક મેડલ્સ જીત્યા હતા.
૧૯૩૦માં કેનેડાના હેમિલ્ટનમાં બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે શરૂઆત ૧૯૫૪માં બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ બની ૧૯૭૮થી કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખાય છે ભારતે છેલ્લે ૨૦૧૦માં દિલ્હીમાં આયોજન થયું હતું
અમદાવાદમાં ઓલિમ્પિક માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટેરા સ્ટેડિયમ જેવા વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદનું લક્ષ્ય ૨૦૩૬નું ઓલિમ્પિક્સનું છે, અને આ કોમનવેલ્થ ગેમ્સ તે તરફનું મોટું પગલું છે.
આ આયોજનથી અમદાવાદને શું ફાયદો થશે? પ્રથમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ થશે...નવા સ્ટેડિયમ્સ, રોડ્સ અને હોટેલ્સ બનશે. ટુરિઝમમાં વધારો થશે, હજારો જોબ્સ ઊભા થશે. અર્થતંત્રને બૂસ્ટ મળશે, અને સ્પોર્ટ્સ કલ્ચર વિકસશે. આ ગુજરાતના યુવાનો માટે પ્રેરણા બનશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ થશે નવા સ્ટેડિયમ્સ, રોડ્સ અને હોટેલ્સ બનશે ટુરિઝમમાં વધારો થશે, હજારો જોબ્સ ઊભા થ અર્થતંત્રને બૂસ્ટ મળશે, સ્પોર્ટ્સ કલ્ચર વિકસશે
આ તૈયારીઓ આખરે રંગ લાવી છે. ૨૦૩૦માં અમદાવાદ વિશ્વના નકશા પર ચમકશે, અને ૨૦૩૬ના ઓલિમ્પિક્સ તરફનો માર્ગ વધુ મજબૂત બનશે. ગુજરાતનો આ વિજય આપણા બધાનો છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
