News of Thursday, 27th November 2025
૧ ડીસેમ્બરથી ૫ મોટા નિયમોમાં ફેરફારો થશેઃ ખિસ્સા પર થશે સીધી અસર
પેન્શન, ટેક્ષ માંડીને LPG સુધીના નિયમો સામેલ

નવી દિલ્હી, તા.૨૭: નવેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે, અને જેમ દર મહિને થાય છે, તેમ ડિસેમ્બર પણ ઘણા મહત્વના નાણાકીય ફેરફારો લઈને આવી રહ્યો છે જે સીધી રીતે તમારા ઘરના બજેટ અને ખિસ્સા પર અસર કરશે. આ નિયમોમાં LPG ગેસ સિલિન્ડરના ભાવથી લઈને સરકારી કર્મચારીઓની પેન્શન સ્કીમ અને વરિષ્ઠ નાગરિકો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સમયમર્યાદાનો સમાવેશ થાય છે. ૧ ડિસેમ્બરથી લાગુ થનારા આ પાંચ મુખ્ય ફેરફારોની વિગત જાણવી દરેક નાગરિક માટે જરૂરી છે, જેથી સમયસર જરૂરી પગલાં લઈ શકાય અને નાણાકીય નુકસાનથી બચી શકાય.
સૌથી પહેલો અને સીધો ફેરફાર LPG ગેસ સિલિન્ડરના ભાવમાં જોવા મળી શકે છે. પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવમાં ફેરફાર કરે છે, જે કોમર્શિયલ અને ઘર વપરાશના સિલિન્ડર બંને પર લાગુ થાય છે. જો ભાવ વધે તો ગળહિણીઓના બજેટ પર ભાર વધશે. બીજો મહત્વનો નિયમ સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમની પસંદગીની અંતિમ તારીખ સાથે સંકળાયેલો છે. NPS અને UPS વચ્ચે પસંદગી કરવાની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર છે. જો કર્મચારીઓ આ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો ૧ ડિસેમ્બર પછી કદાચ આ વિકલ્પ ઉપલબ્ધ ન રહે, જેનાથી તેમના ભવિષ્યના પેન્શન લાભો પર અસર થઈ શકે છે.
ત્રીજો અને અત્યંત સંવેદનશીલ ફેરફાર વરિષ્ઠ નાગરિકોના પેન્શન સાથે જોડાયેલો છે. પેન્શનરોને નિયમિતપણે પેન્શન મળતું રહે તે માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની અંતિમ તારીખ પણ ૩૦ નવેમ્બર છે. જે સિનિયર સિટીઝન સમયસર આ પ્રમાણપત્ર જમા નહીં કરાવે, તેમનું પેન્શન ૧ ડિસેમ્બરથી સસ્પેન્ડ થઈ શકે છે. આ સાથે, ચોથો ફેરફાર કરદાતાઓ માટે છેઃ જેમના ઓક્ટોબરમાં TDS કાપવામાં આવ્યા હોય, તેમણે કલમ $૧૯૪-IA$, $૧૯૪-IB$, $૧૯૪M$ અને $૧૯૪S$ હેઠળ સ્ટેટમેન્ટ ૩૦ નવેમ્બર સુધીમાં સબમિટ કરવું પડશે. તેમજ, કલમ $૯૨E$ હેઠળ રિપોર્ટ સબમિટ કરવાની જરૂરિયાત ધરાવતા છેલ્લો અને પાંચમો ફેરફાર CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ), PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) અને જેટ ફયુઅલ (ATF) ના ભાવમાં સંભવિત સુધારો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં આ ફયુઅલના દરોની સમીક્ષા કરે છે. CNG અને PNG ના ભાવમાં વધારો થાય તો વાહનો ચલાવવાનો અને ઘર વપરાશના ગેસનો ખર્ચ વધી શકે છે. જ્યારે જેટ ફયુઅલના ભાવમાં ફેરફાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને અસર કરે છે, જે આખરે મુસાફરીના ખર્ચ પર પ્રતિબિંબિત થાય છે. આ તમામ પાંચ ફેરફારો પર નજર રાખવી અને સમયસર અનુપાલન કરવું એ ડિસેમ્બર મહિનામાં નાણાકીય સ્થિરતા જાળવવાની ચાવી છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
