<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

સોવરિન ગોલ્‍ડ બોન્‍ડસમાં રોકાણકારો ૩૨૦% વળતર

સોવરિન ગોલ્‍ડ બોન્‍ડસ પૈસા છાપવાનું મશીન બની ગયાઃ ૮ વર્ષમાં પૈસા ત્રણ ગણા થયા

મુંબઈ, તા.૨૭: સોનાના રોકાણકારો માટે સારા સમાચાર. સોવરિન ગોલ્‍ડ બોન્‍ડ  ૨૦૧૭-૧૮ સિરીઝ IX ની પાકતી મુદત ૨૭ નવેમ્‍બર, ૨૦૨૫ ના રોજ થવાની છે. આ શ્રેણીમાં રોકાણકારોને હવે પ્રતિ ગ્રામ રૂ.૧૨,૪૮૪ નું વળતર મળશે, જે પ્રતિ ગ્રામ રૂ.૨,૯૬૪ થી વધુ છે, જે આヘર્યજનક રીતે ૨૮૮% વળતર દર્શાવે છે.

ભારતીય રિઝર્વ બેંકે આ હપ્તા માટે અંતિમ રિડેમ્‍પશન કિંમત પ્રતિ યુનિટ રૂ.૧૨,૪૮૪ નક્કી કરી છે. આ કિંમત છેલ્લા ત્રણ દિવસ (૨૪, ૨૫ અને ૨૬ નવેમ્‍બર, ૨૦૨૫) માટે ૯૯૯ શુદ્ધતાવાળા સોનાના સરેરાશ ભાવ પર આધારિત છે, જે ઇન્‍ડિયા બુલિયન એન્‍ડ જ્‍વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્‍યું છે.જ્‍યારે આ બોન્‍ડ ૨૦૧૭ માં જારી કરવામાં આવ્‍યો હતો, ત્‍યારે તેની ઇશ્‍યૂ કિંમત પ્રતિ ગ્રામ માત્ર રૂ.૨,૯૬૪ હતી. પરિણામે, રોકાણકારો પ્રતિ યુનિટ આશરે રૂ.૯,૫૨૦ નો નફો કમાઈ રહ્યા છે, એટલે કે તેમના પૈસા ૮ વર્ષમાં ત્રણ ગણાથી વધુ વધ્‍યા છે. ૨.૫% વાર્ષિક વ્‍યાજ દર ઉમેરવાથી, વળતર વધુ વધે છે.

રોકાણકારોએ પરિપક્‍વતા તારીખે કોઈપણ ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની જરૂર નથી. બોન્‍ડની સંપૂર્ણ રકમ અને અંતિમ વ્‍યાજનો હપ્તો સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવશે. ડીમેટ સ્‍વરૂપમાં બોન્‍ડ ધરાવતા લોકો તેમની ડિપોઝિટરી દ્વારા ચુકવણી પ્રાપ્ત કરશે.

ભારત સરકારે આ યોજના સ્‍થાનિક સોનાની માંગ ઘટાડવા અને લોકોને ભૌતિક સોનું ખરીદવાને બદલે સુરક્ષિત નાણાકીય સાધન પૂરું પાડવા માટે શરૂ કરી હતી. આ બોન્‍ડ ૮ વર્ષ માટે જારી કરવામાં આવે છે, પરંતુ ૫ વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્‍પ છે. સોવરિન ગોલ્‍ડ બોન્‍ડ પર ૨.૫% વાર્ષિક વ્‍યાજ પણ મળે છે, જે દર ૬ મહિને તમારા બેંક ખાતામાં જમા થાય છે.

સોવરિન ગોલ્‍ડ બોન્‍ડ પર મળતું ૨.૫% વ્‍યાજ કરપાત્ર છે, પરંતુ જ્‍યારે રોકાણકાર RBI દ્વારા બોન્‍ડ રિડીમ કરે છે ત્‍યારે મૂડી લાભ કર લાગુ પડતો નથી. જો કોઈ રોકાણકાર એક્‍સચેન્‍જ પર સોવરિન ગોલ્‍ડ બોન્‍ડ વેચીને મૂડી લાભ મેળવે છે, તો તેમને ઇન્‍ડેક્‍સેશન લાભ મળે છે.

(3:41 PM IST)