તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૨ બુધવાર
News of Friday, 28th November 2025
શેરબજારમાં મહિલાઓનું પ્રમાણ વધારવા સેબીનું પગલું: મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સને અપાશે ખાસ ઈન્સેન્ટિવ
હવે જો ડિસ્ટ્રીબ્યુટર્સ અંતરિયાળ વિસ્તારોમાંથી કે મહિલાઓ પાસેથી રોકાણ લાવશે તો તેમને વધારાનું કમિશન કે ફાયદો મળી શકશે,

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં નાના શહેરો અને મહિલા રોકાણકારોની ભાગીદારી વધારવા માટે નવી પ્રોત્સાહક યોજના રજૂ કરી છે.
સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે નવા ઈન્સેન્ટિવ ફ્રેમવર્કની જાહેરાત કરી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા રોકાણકારો અને ટોચના ૩૦ (B-30) શહેરો સિવાયના વિસ્તારોમાંથી રોકાણકારોને આકર્ષવાનો છે. હવે જો ડિસ્ટ્રીબ્યુટર્સ અંતરિયાળ વિસ્તારોમાંથી કે મહિલાઓ પાસેથી રોકાણ લાવશે તો તેમને વધારાનું કમિશન કે ફાયદો મળી શકશે, જેનાથી આર્થિક સર્વસમાવેશકતા વધશે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
