News of Friday, 28th November 2025
હોંગકોંગમાં આગનો કહેર: મૃત્યુ આંક વધતો જાય છે: ૭૫થી વધુ લોકો જીવતા સળગી મર્યાની આશંકા
આગની તીવ્રતા એટલી વધારે છે કે હજુ સુધી સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી

હોંગકોંગમાં ભીષણ આગની ઘટનાએ અરેરાટી ફેલાવી છે. સતત બીજા દિવસે ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે મૃત્યુઆંક ૭૫ પર પહોંચી ગયો છે.
હોંગકોંગમાં બહુમાળી ઈમારતોમાં લાગેલી ભયાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ આગની તીવ્રતા એટલી વધારે છે કે હજુ સુધી સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. પ્રાથમિક અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭૫ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
