<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

દેશના અર્થતંત્રમાં મહારાષ્ટ્રનો દબદબો: જીડીપીમાં ગુજરાત ચોથા ક્રમે: ઉત્તર પ્રદેશ ટોપ-૫માં

તમિલનાડુ ૩૧.૫૫ લાખ કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે અને ટેકનોલોજી હબ ગણાતું કર્ણાટક ૨૮.૦૯ લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા ક્રમે

 

નવી દિલ્હી : નાણાકીય વર્ષ ૨૦૨૫ના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ના આંકડામાં મહારાષ્ટ્ર દેશનું સૌથી ધનિક રાજ્ય સાબિત થયું છે. જ્યારે ગુજરાતે ચોથું

સ્થાન મેળવ્યું છે અને તમિલનાડુ બીજા ક્રમે રહ્યું છે.

દેશના આર્થિક વિકાસમાં રાજ્યોના યોગદાન અંગેના તાજેતરના આંકડાઓ જાહેર થયા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ ના અંદાજ મુજબ, મહારાષ્ટ્ર ૪૨.૬૭ લાખ કરોડ
રૂપિયાના જીડીપી સાથે દેશમાં પ્રથમ ક્રમે અડીખમ છે. દક્ષિણ ભારતનું તમિલનાડુ ૩૧.૫૫ લાખ કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે અને ટેકનોલોજી હબ ગણાતું
કર્ણાટક ૨૮.૦૯ લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા ક્રમે છે.

વડાપ્રધાનના ગૃહરાજ્ય ગુજરાતે ૨૭.૯ લાખ કરોડ રૂપિયાના અર્થતંત્ર સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. નોંધનીય બાબત એ છે કે ઉત્તર પ્રદેશ પણ
ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને ૨૪.૯૯ લાખ કરોડ રૂપિયાના જીડીપી સાથે દેશના ટોપ-૫ રાજ્યોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.

(12:36 AM IST)