<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ઉત્તરાખંડના ગઢવાલમાં અનેક ગામોએ લગ્નોમાં મોંઘી ભેટ અને ફાસ્‍ટ-ફૂડ પર પ્રતિબંધ મૂકયો

નવી નીતિ લાગુ કરનારાં ગામોમાં દાઉ, દોહા, ચુટૌ, બજાઉ, ઘિંગો અને કૈત્રીનો સમાવેશ થાય છે

ગઢવાલ, તા.૨૯: ઉત્તરાખંડના ગઢવાલ વિસ્‍તારના ચકરાતાનાં લગભગ બે ડઝન ગામોએ વધતા સામાજિક પ્રેશરને રોકવા અને પરંપરાગત પ્રથાઓને પુનઃ સ્‍થાપિત કરવા માટે લગ્નમાં ફાસ્‍ટપ્રફૂડ, મોંઘી ગિફ્‌ટો અને મોંઘા રિવાજો પર સામૂહિક રીતે પ્રતિબંધ મૂકયો છે. જૌનસર બાવર વિસ્‍તારના ગામના પ્રતિનિધિઓ દ્વારા નક્કી થયેલા નિયમોનો હેતુ લગ્નની ઉજવણીને તેમના સાંસ્‍કળતિક મૂળમાં પરત લાવવાનો અને પરિવારો પર નાણાકીય બોજ ઘટાડવાનો છે. જે કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેને ગ્રામપંચાયત દ્વારા એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. નવી નીતિ લાગુ કરનારાં ગામોમાં દાઉ, દોહા, ચુટૌ, બજાઉ, ઘિંગો અને કૈત્રીનો સમાવેશ થાય છે.

આ નિર્ણયના ભાગરૂપે લગ્નના મેનુમાંથી ચાઉમીન, મોમોસ અને અન્‍ય ફાસ્‍ટપ્રફૂડ નાસ્‍તા જેવી ખાદ્ય ચીજોને બાકાત રાખવામાં આવી છે. પરિવારોને માંડુઆ અને ઝીંગોરા બાજરી જેવા સ્‍થાનિક ઘટકોમાંથી બનાવેલા પરંપરાગત ગઢવાલી ભોજનને પીરસવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવશે. મોંઘી ભેટો અને વૈભવી વસ્‍તુઓની આપ-લે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે.

ઉત્તરકાશીના પાડોશી નૌગાંવમાં પણ કોટી ઠકરાલ અને કોટી બનાલના રહેવાસીઓ લગ્નમાં DJ સંગીત અને દારૂ પર પ્રતિબંધ મૂકવા સંમત થયા હતા. ઉજવણીમાં પરંપરાગત લોકસંગીત અને સ્‍થાનિક વાદ્યો ફરજિયાત રહેશે.

 

(9:52 AM IST)