<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

કામની વાતઃ શિયાળામાં બાજરાના રોટલા ખાવાના ફાયદા

નવી દિલ્‍હી તા.૨૯: શિયાળાની સિઝનમાં મોટા ભાગના લોકો બાજરી ખાવાનું પસંદ કરે છે. તેમાં ફાઈબર, પ્રોટીન, આયરન, કેલ્‍શિયમ અને કેટલાય પ્રકારના વિટામિન જોવા મળે છે. જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને કેટલીય બીમારીઓથી બચાવે છે. શિયાળામાં તેના સેવનથી કેટલીય તકલીફોથી છૂટકારો અપાવવામાં મદદ કરી શકે છે. આવા સમયે જો આપ પણ રોજીંદી ડાઈટમાં થોડો ફેરફાર કરી હેલ્‍દી લાઈફસ્‍ટાઈલ અપનાવવા માગો છો, તો બાજરાની રોટલો એક શાનદાર વિકલ્‍પ બની શકે છે. આવો જાણીએ તેને ખાવાથી કેવા કેવા ફાયદા થશે.

પેટઃ બાજરી ફાઈબરથી ભરપૂર છે, જે પાચનને સારુ બનાવે છે. જો તમે શિયાળાની સિઝનમાં બાજરાના રોટલા ખાવ છો તો કબજિયાતની સમસ્‍યાથી રાહત મળી શકશે. જે લોકોને પેટ ભારે લાગવું અને ગેસની તકલીફ થાય છે. તેમના માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ડાયાબિટીઝઃ બાજરાનો ગ્‍લાઈસેમિક ઈંડેક્‍સ ઓછો હોય છે, જેનાથી તે બ્‍લડ શુગર લેવલને ઝડપથી વધવા નથી દેતું. આવા સમયે ડાયાબિટીસના દર્દીઓ માટે શિયાળાની સિઝનમાં તેનું સેવન લાભદાયક માનવામાં આવે છે.

હાડકાઃ બાજરા કેલ્‍શિયમ, મેગ્નીશિયમ અને ફોસ્‍ફોરસનો શાનદારસ્ત્રોત છે. જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે અને ઓસ્‍ટિયોપોરોસિસ જેવી સમસ્‍યાથી રાહત અપાવી શકે છે.

બાજરામાં જોવા મળતા તત્ત્વ કોલેસ્‍ટ્રોલને કમ કરવામાં મદદ કરી શકે છે. જેનાથી હ્‍દયની બીમારીનો ખતરો ઓછો થઈ શકે છે. નિયમિત રીતે બાજરાનો રોટલ ખાવાથી બ્‍લડ પ્રેશર કંટ્રોલમાં રાખી શકાય છે. દિલને સ્‍વસ્‍થ રાખવા માટે બાજરા ફાયદાકારક માનવામાં આવે છે.

(Disclaimer-અહીં આપવામાં આવેલી માહિતી સામાન્‍ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્‍સપર્ટની સલાહ લેવી આવશ્‍યક છે)

(9:57 AM IST)