ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Saturday, 29th November 2025
ઈમરાન ખાનની બહેન અલીમા ખાનની ખુલ્લી ધમકી: “મારા ભાઈને કંઈ થયું તો જનરલ મુનિર અને શાહબાઝનો વંશ ખતમ થઈ જશે”

પાકિસ્તાનના પદભ્રષ્ટ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં બંધ છે, ત્યારે તેમની બહેન અલીમા ખાને સત્તા વિરુદ્ધ અત્યંત ઉગ્ર નિવેદન આપ્યું છે. તેમણે દેશના આર્મી ચીફ જનરલ અસીમ મુનિરની સરખામણી હિટલર સાથે કરીને ખુલ્લી ધમકી આપી છે.
ઇમરાન ખાનની બહેન અલીમા ખાને એક સાર્વજનિક નિવેદનમાં જણાવ્યું કે જો જેલમાં તેમના ભાઈ ઇમરાન ખાનના સ્વાસ્થ્યને અથવા તેમના જીવને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચશે, તો તેના પરિણામો ખૂબ જ ભયંકર આવશે. તેમણે આ માટે સીધો આરોપ આર્મી ચીફ જનરલ અસીમ મુનિર અને પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફ પર લગાવ્યો છે.
મુનિર પર સીધો હુમલો કરતા તેમણે કહ્યું કે મુનિર હિટલરની જેમ વર્તન કરી રહ્યા છે અને જો ઇમરાનને કશું થયું તો આ બંને શાસકોનો વંશ ખતમ થઈ જશે. રાજકીય નિરીક્ષકો આ ધમકીને દેશની રાજકીય અને સૈન્ય સંસ્થાઓ વચ્ચે વધતા તણાવનું ગંભીર સંકેત માની રહ્યા છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
