News of Sunday, 30th November 2025
દક્ષિણી દિલ્હીના તિગડી એક્સટેન્શનમાં ચાર માળની ઈમારતમાં ભીષણ આગનો કાળો કેર: ૪ લોકોના મોત, અનેક ગંભીર રીતે દાઝ્યા
આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ હતી કે રહેવાસીઓને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં દક્ષિણી દિલ્હીના તિગડી એક્સટેન્શન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ચાર માળની રહેણાંક ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મોટો હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં ૪ લોકોના દુઃખદ અવસાન થયા છે અને ૩ જેટલા અન્ય લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિકો અને રાહત ટીમો દ્વારા મળેલી માહિતી અનુસાર, આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ હતી કે રહેવાસીઓને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાંબી જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક તબક્કે આગ લાગવાના ચોક્કસ કારણો જાણી શકાયા નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી છે, તેની તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છે અને લોકોમાં ભય ફેલાયેલો છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
