News of Sunday, 30th November 2025
શું તમે પણ મેડિકલ રિપોર્ટ કરાવતા ડરો છો? સાવધાન! આ કોઈ સામાન્ય ડર નથી, પણ ’ફોફો' નામની બીમારી છે
ફિયર ઓફ ફાઈન્ડિંગ આઉટ: નિષ્ણાતોના મતે આ ફોફોના ડરના કારણે લોકો ગંભીર બીમારીઓને શરૂઆતમાં જ પકડવાનું ચૂકી જાય છે

જો તમને પણ મેડિકલ રિપોર્ટ કરાવતી વખતે કે ડૉક્ટર પાસે જતી વખતે ગભરામણ થતી હોય, તો તમે 'ફોફો' (FOFO) ના શિકાર હોઈ શકો છો. સ્વાસ્થ્ય, પૈસા અને સંબંધોમાં સતત ચિંતા કરાવતો આ ફોબિયા એટલે ફિયર ઓફ ફાઈન્ડિંગ આઉટ. (ફિયર of ફાઈન્ડિંગ આઉટ.) નિષ્ણાતોના મતે આ ડરના કારણે લોકો ગંભીર બીમારીઓને શરૂઆતમાં પકડવાનું ચૂકી જાય છે.
આજના સમયમાં સોશિયલ મીડિયા પર 'ફોમો' (ફિયર ઓફ મિસિંગ આઉટ) વિશે તો બહુ સાંભળ્યું હશે, પરંતુ હવે મેડિકલ જગતમાં 'ફોફો' (ફોફો - ફિયર ઓફ ફાઈન્ડિંગ આઉટ) નો વ્યાપ વધી રહ્યો છે. જાગરણના અહેવાલ મુજબ, આ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિને સત્ય જાણવાનો ડર લાગે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થતો હોય તો તે એ ડરથી ડોક્ટર પાસે નથી જતી કે કદાચ હાર્ટ એટેક કે ગંભીર બીમારી નીકળશે તો?
આ ડર માત્ર સ્વાસ્થ્ય પૂરતો સીમિત નથી. બેંક બેલેન્સ ચેક કરવામાં ડર લાગવો (ક્યાંક પૈસા ખૂટી ગયા હશે તો?) અથવા સંબંધોમાં સ્પષ્ટતા કરતા ડરવું (ક્યાંક સંબંધ તૂટી જશે તો?) - આ બધું ફોફો ના લક્ષણો છે.
મનોવૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આ 'શાહમૃગ વૃત્તિ' છે. જેવી રીતે શાહમૃગ મુસીબત જોઈને રેતીમાં માથું છુપાવી દે છે, તેવી જ રીતે ફોફોથી પીડાતા લોકો વાસ્તવિકતાથી ભાગે છે. આ આદત લાંબા ગાળે જીવલેણ સાબિત થઈ શકે છે કારણ કે સમયસર નિદાન ન થવાને કારણે નાની બીમારી મોટું સ્વરૂપ ધારણ કરી લે છે.
આમ જો તમને સત્ય જાણવાનો કે રિપોર્ટ જોવાનો ડર લાગતો હોય તો તે ફોફો (ફિયર ઓફ ફાઈન્ડિંગ આઉટ) છે. આ આદત છોડો, નહીંતર સ્વાસ્થ્ય અને સંબંધોમાં મોટું નુકસાન થઈ શકે છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
