News of Sunday, 30th November 2025
CBSEએ ધો--10 અને 12 બોર્ડ પરીક્ષા પેટર્ન બદલી:50 ટકા પ્રશ્ન કાર્યક્ષમતા આધારિત : ધોરણ 10 બોર્ડ એક્ઝામ 2 વખત યોજાશે
નવી પરીક્ષા પેટર્નમાં ગોખીને કે રટણ કરીને પ્રશ્નના જવાબ યાદ રાખવાને બદલે વિદ્યાર્થિની કાર્યક્ષમતા આધારિત માહિતી પર ભાર અપાયો

CBSEએ હવે ધોરણ-10 અને 12ની બોર્ડ પરિક્ષાની પેટર્નને સંપૂર્ણપણે બદલી નાંખી છે. જેમાં પ્રશ્નપત્રને ઓછા મુશ્કેલ કરીને ગોખણવૃત્તિથી પરીક્ષાની તૈયારી કરવાની પ્રવૃત્તિને ખતમ કરવાની દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે.
નવા ફેરફારો અંતર્ગત 50 ટકા પ્રશ્ન દક્ષતા પર આધારિત હશે, જે મારફેત વિદ્યાર્થીના માનસિક લેવલની તપાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જ્યારે ધોરણ-10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત યોજાશે. નવી વ્યવસ્થા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 અંતર્ગત લાગૂ કરવામાં આવેલ છે.
CBSE એ નવી પરીક્ષા પેટર્નમાં ગોખીને કે રટણ કરીને પ્રશ્નના જવાબ યાદ રાખવાને બદલે વિદ્યાર્થિની કાર્યક્ષમતા આધારિત માહિતી પર ભાર આપવામાં આવ્યો છે. વર્ષ 2026થી પરીક્ષાનું ફોકસ ફક્ત યાદ કરવામાં આવેલ માહિતીને ફરીથી લખવાને બદલે માહિતીનો ઉપયોગ કરવા તથા સમસ્યાનો ઉકેલ આધારિત પરીક્ષા હશે.
- બોર્ડ પરીક્ષામાં 50 ટકા પ્રશ્નો વિદ્યાર્થીની કુશળતાનું મૂલ્યાંકન કરવા માટે રહેશે.
- બોર્ડ પરીક્ષામાં કુશળતાનું મૂલ્યાંકન કરવા મલ્ટી ઓપ્શન ધરાવતા પ્રશ્નોનો સમાવેશ થશે.
- બોર્ડ પરીક્ષામાં કેસ-આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે.
- પ્રશ્નોમાં સ્ત્રોત-આધારિત એકીકરણ અને ડેટા અર્થઘટનનો સમાવેશ થશે.
- બોર્ડ પરીક્ષાના પેપરમાં પરિસ્થિતિગત સમસ્યાઓ સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થશે.
- 20 ટકા પ્રશ્નો પરંપરાગત અને બહુવિધ-પસંદગીના હશે.
- 30 ટકા પ્રશ્નોમાં ટૂંકા અને લાંબા-પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થશે.
CBSE દ્વારા આ ફેરફારનો હેતુ દરેક પરીક્ષામાં જ્ઞાનના વૈચારિક સમજણ અને વ્યવહારુ ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. 10મા ધોરણની બોર્ડ પરીક્ષાને સરળ બનાવવા માટે, CBSEએ વર્ષમાં બે બોર્ડ પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ કાર્યક્રમ (NEP)2020 ની ભલામણો પ્રમાણે CBSE ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે બોર્ડ પરીક્ષાઓ રજૂ કરશે. આ પહેલ વિદ્યાર્થીઓને વધુ સુગમતા પ્રદાન કરશે, જેનાથી તેમને તેમના પ્રદર્શનમાં સુધારો કરવા અને શીખવાના પરિણામો દર્શાવવાની વધુ તકો મળશે.
- 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે.
- 10મા ધોરણની બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે ધોરણ ગણિત અને મૂળભૂત ગણિત લેવામાં આવશે.
- 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓમાં બાયોટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા, શોર્ટહેન્ડ, હિન્દી અને અંગ્રેજી વિષયોની પરીક્ષાઓનો સમાવેશ થશે.
- 10મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 10 માર્ચે સમાપ્ત થશે.
- 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 9 એપ્રિલે સમાપ્ત થશે.
CBSE દ્વારા બોર્ડ પરીક્ષા પેટર્નમાં કરવામાં આવેલા ફેરફારોનો હેતુ પરીક્ષાના તણાવને ઘટાડવા અને વિદ્યાર્થીઓના વ્યવહારુ જ્ઞાનનું પરીક્ષણ કરવાનો છે. તેનો હેતુ પરીક્ષા માટે જવાબો યાદ રાખવાની પરંપરાગત પ્રથાને દૂર કરવાનો અને વિદ્યાર્થીઓની વિચારસરણી અને તર્ક ક્ષમતાઓને વધારવાનો છે, જેથી તેઓ હવેથી તેમનો અભ્યાસ અભિગમ બદલી શકે અને ખ્યાલોને ઊંડાણપૂર્વક સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
