News of Sunday, 30th November 2025
ડિસેમ્બર 2025માં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે? રોકાણકારોએ જાણવું જરૂરી
ડિસેમ્બર 2025 માં NSE અને BSE સ્ટોક માર્કેટ કેટલા દિવસ બંધ રહેશે તે આ માહિતી જોઈને જ ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરવું જોઈએ

મુંબઈ :વર્ષ 2025 નો છેલ્લો મહિનો 'ડિસેમ્બર' સોમવારથી શરૂ થાય છે. NSE ના સત્તાવાર હોલિડે કેલેન્ડર મુજબ, ડિસેમ્બરમાં વીકેન્ડની રજાઓ ઉપરાંત આખા મહિનામાં ફક્ત એક જ ટ્રેડિંગ હોલિડે રહેશે.
આનો અર્થ એ થયો કે, ભારતીય શેરબજાર આવતા મહિને કુલ 9 દિવસ બંધ રહેશે. ડિસેમ્બરમાં એકમાત્ર રજા 25 ડિસેમ્બરની (નાતાલ) છે, જ્યારે બજાર બંધ રહેશે.
વધુમાં, મહિનાના ચારેય શનિવાર એટલે કે '6 ડિસેમ્બર, 13 ડિસેમ્બર, 20 ડિસેમ્બર, 27 ડિસેમ્બર' અને ચારેય રવિવાર એટલે કે '7 ડિસેમ્બર, 14 ડિસેમ્બર, 21 ડિસેમ્બર, 28 ડિસેમ્બર'ના દિવસે સ્ટોક માર્કેટ બંધ રહેશે.
આનાથી રોકાણકારોને વર્ષ પૂરું થાય તે પહેલાં ડિસેમ્બરમાં કુલ 22 ટ્રેડિંગ સેશન મળશે. વર્ષ 2025 માં BSE અને NSE એ કુલ 14 રજાઓ પાળી છે.
શુક્રવાર, 28 નવેમ્બરના રોજ ભારતીય શેરબજાર લગભગ સપાટ બંધ થયું, કારણ કે રોકાણકારોએ ઊંચા સ્તરે નફો બુક કર્યો અને GDP (Q2) ડેટા પહેલા સાવચેતીભર્યું વલણ જાળવી રાખ્યું.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
