<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

SIRની સમયમર્યાદા 7 દિવસ લંબાવાઈ :ફોર્મ હવે 11 ડિસેમ્બર સુધી સબમિટ કરી શકાશે

9 ડિસેમ્બરે જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદી હવે એક અઠવાડિયા માટે મુલતવી

ગુજરાત સહિત દેશભરના 12 રાજ્યોમાં હાલમાં ચાલી રહેલી મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબશ ( SIR )માં ભરાયેલા ફોર્મ પાછા સોંપવાની અંતિમ તારીખ વધારવામાં આવી છે. હવે 4 ડિસેમ્બરને બદલે, SIR ની અંતિમ તારીખ 7 દિવસ વધુ લંબાવી છે, એટલે કે, આગામી 11 ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ શકે છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઘણા જિલ્લાઓ અને રાજ્યોમાં BLOs કામના ભારણમાં વધારો અનુભવી રહ્યા હોવાનું કહેવાય છે. 

 

અગાઉના કાર્યક્રમ અનુસાર, 9 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદી હવે એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. ડ્રાફ્ટ હવે 16 ડિસેમ્બર, 2025 ના રોજ પ્રકાશિત થશે.

ડ્રાફ્ટ પ્રકાશનની અંતિમ તારીખ 9 ડિસેમ્બર, 2025 થી બદલીને 16 ડિસેમ્બર, 2025 કરવામાં આવી છે.

દાવાઓ અને વાંધાઓની અંતિમ તારીખ 9 ડિસેમ્બર, 2025 થી વધારીને 8 જાન્યુઆરી, 2026 કરાઈ છે. એ જ રીતે 16 ડિસેમ્બર, 2025ની તારીખ વધારીન 15 જાન્યુઆરી, 2026 કરવામાં આવી છે.

અંતિમ યાદી પ્રકાશન, જે મૂળ 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું, તે હવે 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ થશે. આ સમગ્ર પ્રક્રિયા એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે.

મતદારયાદી સુધારણા ઝુંબેશમાં સમય વધારો કરવાના નિર્ણયને BLO માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે 4 ડિસેમ્બર સુધીમાં SIR ફોર્મ સબમિટ કરવાના દબાણને કારણે ઘણા BLO માં હાર્ટ એટેક અને આત્મહત્યાના અહેવાલો સામે આવી રહ્યાં છે. આ નિર્ણયથી હવે SIR પ્રક્રિયામાં સામેલ અધિકારીઓને વધારાનો એક અઠવાડિયાનો સમય મળશે. દેશમાં હજુ પણ ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં SIR નું 50 % કામ પણ પૂર્ણ થયું નથી. જે લોકો પોતાના દસ્તાવેજો પૂર્ણ કરી શક્યા નથી તેમના માટે પણ આ રાહતના સમાચાર લેખાશે.

(6:24 PM IST)