<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

સ્‍લીપર કોચમાં બેડરોલ, બેડશીટ અને તકિયાની સુવિધા રૂા.૫૦માં અપાશે

ભારતીય રેલવે પ્રવાસીઓની સુવિધા માટે સૌથી મોટો નિર્ણય લીધો

નવી દિલ્‍હી તા.૧: ભારતીય રેલવે પ્રવાસીઓની સુવિધા માટે સૌથી મોટો નિર્ણય લીધો છે. રેલવે પ્રવાસીઓને હવે સ્‍લીપર ક્‍લાસમાં પણ બેડશીટ્‍સ અને તકિયા પણ આપવામાં આવશે. આ મુદ્દે હાલના તબક્કે દક્ષિણ રેલવેના ચેન્નઈ ડિવિઝન દ્વારા પહેલી જાન્‍યુઆરી, ૨૦૨૬થી સ્‍લીપર ક્‍લાસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને સ્‍વચ્‍છ સેનિટાઈઝ્‍ડ બેડશીટ્‍સ અને તકિયાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સુવિધા માટે પ્રવાસીઓની અલગથી પૈસા પણ આપવાના રહેશે.

આ સુવિધા માટે પ્રવાસીઓએ કોચ એટેડન્‍ટન્‍ડ પાસેથી ચાદર અને તકિયા લેવા અંગે જાણકારી આપવાની રહેશે. ભારતીય રેલવે સૌથી પહેલી વખત આ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવશે. અત્‍યાર સુધીમાં ફક્‍ત એર કન્‍ડિશન્‍ડ ક્‍લાસ (એસી કોચ)માં પ્રવાસીઓને બેડરોલ્‍સ આપવામાં આવતા હતા, જેમાં બેડ્‍શીટ્‍સ, તકિયા, કંબલ અને હેન્‍ડટોવેલનો સમાવેશ થતો હતો.

એસી ક્‍લાસમાં બેડરોલ માટે પ્રવાસીઓને અલગથી પૈસા આપવાના થતા નથી, કારણ કે ટિકિટમાં બેડરોલ માટે પૈસા લેવામાં આવશે. દક્ષિણ રેલવેના ચેન્નઈ ડિવિઝનના અધિકારીએ કહ્યું કે એક બેડશીટ, એક તકિયા અને તકિયા કવર માટે કુલ ૫૦ રુપિયા આપવાના રહેશે. ઉપરાંત, જો પ્રવાસીને ફક્‍ત બેડશીટ જોઈતી હોય તો ૨૦ રુપિયા અને કવર સાથે તકિયો જોઈતો હોય તો ૩૦ રૂપિયા આપવાના રહેશે.

હાલના તબક્કે દક્ષિણ રેલવેએ ચેન્નઈ ડિવિઝનની ટ્રેનના સ્‍લીપર ક્‍લાસમાં સુવિધા શરુ કરી છે. ૧૦ જોડી (પેર) ટ્રેનમાં શરુઆત કરી છે. જો સફળ રહી તો અન્‍ય ડિવિઝનમાં શરૂ કરવામાં આવશે. દસ ટ્રેન પૈકી નિલગિરિ સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ, મેંગલોર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ, મન્નારગુડી એક્‍સપ્રેસ, તિરુચેંદુર એક્‍સપ્રેસ, પાલઘાટ એક્‍સપ્રેસ, સિલંબુ નાગરકોઈલ એક્‍સપ્રેસ, ત્રિવેન્‍દ્રમ એક્‍સપ્રેસ વગેરેનો સમાવેશ થાય છે.

(9:55 AM IST)