<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

નવો સિસ્‍મિક મેપઃ ગ્રેવિટી આંક વધતા ગુજરાત પર ભય વધ્‍યો

GDCR-નિયમોમાં ફેરફાર અનિવાર્ય....નવા સિસ્‍મિક ઝોન મેપ મુજબ, કચ્‍છ જિલ્‍લો અગાઉની જેમ જ ઝોન-૫માં અને સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢનો કેટલાક વિસ્‍તારો ઝોન-૪માં રહેશે : ૨૦૨૫ના ૭મા સુધારા સાથે દેશનો નવો સિસ્‍મિક ઝોન મેપ જાહેર, હવે ઝોન-૬નો ઉમેરો કરાયો

નવી દિલ્‍હી તા.૧: ભારત સરકારના બ્‍યૂરો ઓફ ઈન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડ્‍સ (BIS)એ તાજેતરમાં IS ૧૮૯૩ (Part 1): ૨૦૨૫ના ૭મા સુધારા સાથે દેશનો નવો સિસ્‍મિક ઝોન મેપ જાહેર કર્યો છે. અત્‍યાર સુધી દેશમાં ૫ ઝોન હતા. જેમાં હવે ઝોન-૬નો ઉમેરો કરાયો છે. જે સૌથી વધુ જોખમી છે. આ ઝોન-૬માં સમગ્ર હિમાલય પટ્ટો જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ અને તમામ ઉત્તર-પૂર્વીય રાજ્‍યોનો સમાવેશ કરાયો છે પરંતુ ગુજરાતમાં હજુ રાજ્‍ય સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આમ છતાં ગુજરાતના વિસ્‍તારો માટે ગ્રેવિટી આંક g (Gravity) અર્થાત્‌ ધરતીકંપ સમયે પૃથ્‍વીના ગુરુત્‍વાકર્ષણથી થતી જમીન હલનની તીવ્રતા, કે જે g ફોર્સ તરીકે મપાય છે, તેનો વધારો કરવામાં આવતા ભય વધ્‍યો છે તેમ મનાય છે. બીજી તરફ, આશાસ્‍પદ બાબત એ પણ છે કે, રાજ્‍યનો કોઈ પણ ભાગ ઝોન-૬માં સામેલ કરાયો નથી. આમ છતાં ૨૦૨૬માં જ્‍યારે સરકાર આ નવા સિસ્‍મિક ઝોનના નકશાને અમલી માનશે ત્‍યારે  પરિબળને ધ્‍યાનમાં લઇ રાજ્‍યના જીડીસીઆર અને બાંધકામના નિયમો વધુ કડક બનાવે અને તેના કારણે બાંધકામ ખર્ચમાં વધારો થશે તે ચોક્કસ મનાય છે.

નવા સિસ્‍મિક ઝોન મેપ મુજબ, કચ્‍છ જિલ્‍લો અગાઉની જેમ જ ઝોન-૫માં અને સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢનો કેટલોક વિસ્‍તારો ઝોન-૪ પણ ઝોન-૪માં રહેશે. મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, ખેડા, વડોદરા, ભરુચ, સુરત, વલસાડ, નવસારી ઝોન-૩માં રહેશે પરંતુ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્‍લાઓ ઝોન-૩ અને ઝોન-૪માં સામેલ થશે. હવે સિસ્‍મિક ઝોનિગ મેપ ડિટર્મિનિસ્‍ટિક (નિヘતિ) નહીં પણ પ્રોબેબિલિસ્‍ટિક હેઝાર્ડ એનાલિસિસ પર આધારિત છે એટલે કે, ભૂતકાળના ભૂકંપોના ડેટા સાથે ભવિષ્‍યમાં ૫૦૦ વર્ષમાં કેટલી તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના છે, એનું આધુનિક મોડેલિગ કરાયું છે. જેના કારણે હિમાલય પટ્ટાનો ઝોન-૬માં સમાવેશ કરાયો છે, આ એવો વિસ્‍તાર મનાયો છે કે જ્‍યાં મેગ્નિટ્‍યુડ ૮.૫ૅનો ભૂકંપ આવવાની સંભાવના ગણવામાં આવી છે. ગુજરાતમાં કચ્‍છની નીચે જે એક્‍ટિવ ફોલ્‍ટ લાઇન છે. તેની ક્ષમતા મેગ્નિટ્‍યુડ ૮.૦ સુધીની ગણવામાં આવે છે પણ ૮.૫ેની સંભાવના નહિવત્‌ છે એટલે ગુજરાતને ઝોન-૬માં સમાવેશ કરાયો નથી.

આ નવા IS 1893 (Part 1) ૨૦૨૫માં ઝોન ફેક્‍ટર (Z)ના મૂલ્‍યોમાં થોડો ફેરફાર થયો છે અને એટલે હવે ડિઝાઇન સ્‍પેક્‍ટ્રમ પરફોર્મન્‍સ-બેઝડ બન્‍યું છે. એટલે કે કચ્‍છમાં ઝોન-૫માં પણ હવે વધારે સેફટી ફેક્‍ટર ધ્‍યાનમાં લેવાશે. અમદાવાદ, સુરત જેવા ઝોન-૩ના શહેરોમાં પણ હવે નવા મકાનોમાં ડક્‍ટાઇલ ડિટેલિગ (ખાસ પ્રકારનું આર્મરિગ) ફરજિયાત કરવું પડશે તેમ મનાય છે. ૧૫ માળથી વધુની હાઇ-રાઇઝ બિલ્‍ડિંગ્‍સ માટે દરેક ઝોનમાં વધારાની તપાસ ફરજિયાત બનાવવાની પણ શક્‍યતા છે. ગુજરાત સરકારે ૨૦૦૧ના કચ્‍છ ભૂકંપ પછી જ જીડીસીઆર (Gujarat Disaster Management Authority) દ્વારા ખૂબ સખત બિલ્‍ડિંગ બાયલોઝ લાગુ કર્યા હતા એટલે રાજ્‍યમાં ૨૦૦૫ પછી બનેલા મોટાભાગના મકાનો પહેલેથી જ ઝોન-૫ના સ્‍ટાન્‍ડર્ડને અનુરૂપ છે પરંતુ આ નવો કોડ લાગુ થાય તો પણ ખર્ચમાં ૫થી ૮ ટકા વધારો થવાની શક્‍યતા છે.

ગુજરાતના ઝોન : જૂના મેપ વિરુદ્ધ નવો મેપ ૨૦૨૫ વિસ્‍તાર   

જૂનો ઝોન    નવો ઝોન ૨૦૨૫    શું બદલાયું ?           કચ્‍છ, ભુજ, અંજાર    ઝોન ૫    ઝોન ૫    કાંઈ જ નહીં

જામનગર, રાજકોટ, મોરબી    ઝોન ૪    ઝોન ૪    કાંઈ જ નહીં

અમદાવાદ, વડોદરા, સુરત    ઝોન ૩    ઝોન ૩    કાંઈ જ નહી

બાકીનું ગુજરાત    ઝોન ૨૩    ઝોન ૨૩    કાંઈ જ નહીં

ભૂકંપ ઝોન કેવા છે?

જૂના કોડમાં ૪ ઝોન (II, III, IV, V) હતા નાના જોખમથી મોટા જોખમ સુધી 

નવા કોડમાં ૫ ઝોન (II, III, IV, V + નવો ઝોન-VI) (સૌથી વધુ જોખમી)

ઝોન-VI :સમગ્ર હિમાલય  (જમ્‍મુ-કાશ્‍મીર, ઉત્તરાખંડ, સિક્કિમ, નોર્થ-ઈસ્‍ટ), ત્‍યાં મેગ્નિટ્‍યુડ ૮.૫નો ભૂકંપ આવી શકે

ઝોન-V: Z=૦.૪૦ (પહેલાં ૦.૩૬)કચ્‍છ જેવા વિસ્‍તારો

ઝોન-IV: Z= ૦.૨૫-૦.૨૭સૌરાષ્ટ્ર 

ઝોન-III: Z= ૦.૧૬-૦.૧૮  અમદાવાદ, વડોદરા, સુરત 

ઝોન-II: Z= ૦.૧૦  ઓછું જોખમ 

નોંધ : ગુજરાતમાં કોઈ ફેરફાર નથી  હજુ ઝોન-૩, ૪, ૫ જ છે.

(9:58 AM IST)