<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ  મો. ૯૪ર૭ર પ૪ર૭૬

જેેના આપણે માલિક હોઈએ છીએ તેની આપણા પર માલિકી થઈ જાય છે.

તમે ધનને કારણે ધનવાન થોડા જ થાઓ છો! તમે તો ધનના ગુલામ થઈ જાઓ છો. ધન દ્વારા વાસ્‍તવમાં જો ધનવાન થઈ જાઓ તો ધનમાં કંઈ જ દોષ નથી.પરંતુ કયારેક જ કોઈક વિરલો ધન દ્વારા ધનવાન બને છે.સામાન્‍યતઃ તો ધન દ્વારા લોકો ધનના ગુલામ થઈ જાય છે.

તેમનું સંપૂર્ણ જીવન એક જ કાર્યમાં સંલગ્ન થઈ જાય છે ラ ધનનો સંચય અને તિજોરીની રક્ષા.

જાણે તેઓ આ કાર્ય માટે જ જન્‍મ્‍યા છે; જાણે આ મહત્ત કાર્ય કરવા માટે જ સંસારમાં આવ્‍યા છે. (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:48 AM IST)