News of Monday, 1st December 2025
સંસદના શિયાળુ સત્રનો ધમાકેદાર પ્રારંભઃ અનેક મહત્વના બિલ રજુ થશે
SIR અંગે સરકાર અને વિપક્ષ આમને-સામનેઃ અન્ય મુદ્દાઓ પર હોબાળો થવાની શકયતાઃ સરકારને ઘેરવા વિપક્ષે રણનીતિ તૈયાર કરી

નવી દિલ્હી, તા.૧: આજથી સંસદના શીયાળુ સત્રનો ધમાકેદાર પ્રારંભ થયો છે.૧૮મી લોકસભાનું આ છઠ્ઠું અને રાજ્યસભાનું ૨૬૯મું સત્ર ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં કુલ ૧૫ બેઠકો યોજાશે. આ સત્ર દરમિયાન અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચા થવાની સંભાવના છે, જેની અસર દેશના રાજકારણ અને નીતિઓ પર પડવાની છે. કોંગ્રેસના ટોચના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ કેસના સંદર્ભમાં નોંધાયેલી FIR આ સત્રમાં એક મોટો રાજકીય વિવાદ બની શકે છે. કોંગ્રેસે આ મુદ્દે સરકાર અને ભાજપને ઘેરવાની તૈયારી કરી લીધી છે. વિપક્ષે રાષ્ટ્રીય સુરક્ષા, પ્રદૂષણ અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચાની માંગ કરી છે, જે સંકેત આપે છે કે આ સત્ર ખૂબ જ તોફાની બની શકે છે.
વિપક્ષ, ખાસ કરીને તળણમૂલ કોંગ્રેસ, દેશભરમાં ચાલી રહેલા મતદાર યાદીઓના SIR પર ચર્ચાની માંગ કરીને સરકારને ભીંસમાં લેવા તૈયાર છે. TMCનું મુખ્ય કહેવું છે કે આ સુધારણા પ્રક્રિયા પૂરતા આયોજન વિના હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ચૂંટણી પંચના કર્મચારીઓ પર વધારે પડતું દબાણ આવી રહ્યું છે. પヘમિ બંગાળમાં એક ચૂંટણી અધિકારીના મળત્યુને TMC વધારે પડતા કામના દબાણ તરીકે ગણાવીને આ મુદ્દાને મજબૂતીથી ઉઠાવવાની તૈયારીમાં છે. સર્વપક્ષીય બેઠકમાં ૩૬ પક્ષોએ ૯/૧૧ દિલ્હી બોમ્બ વિસ્ફોટો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર પણ ચર્ચાની માંગ કરી હતી. ઉપરાંત, રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હવાની અત્યંત ખરાબ ગુણવત્તા અને પ્રદૂષણ પર પણ ચર્ચા કરવાની માંગ ઉઠી છે, જેના પર કોંગ્રેસે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સરકાર આ સત્રમાં કુલ ૧૩ બિલ અને એક નાણાકીય બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાંથી ઘણા દેશની નીતિઓ માટે મહત્વપૂર્ણ છે. આ બિલમાં નેશનલ સિકયુરિટી સેસ ઓન હેલ્થકેર બિલ, ૨૦૨૫, નાદારી અને નાદારી સંહિતા (સુધારો) બિલ, ૨૦૨૫, સિકયોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ, ૨૦૨૫, અને ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ બિલ, ૨૦૨૫ નો સમાવેશ થાય છે. ગઈકાલે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગળહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા માટે વિપક્ષને સહયોગ આપવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસદ દરેકનું છે, દેશનું છે અને નિયમ મુજબ દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. જોકે સરકારે મોટા હોબાળાની શકયતા ઓછી આંકી છે, પરંતુ SIR અને મત ચોરીના મુદ્દાને લઈને હોબાળો થવાની ધારણા છે.
સત્રના પહેલા દિવસે જ SIR અને બંગાળના ચૂંટણી અધિકારીના મળત્યુના મુદ્દા પર હોબાળો થવાની સંભાવના છે, કારણ કે વિપક્ષી પક્ષોએ સર્વપક્ષીય બેઠકમાં આ મુદ્દાને જોરદાર રીતે ઉઠાવ્યો હતો. આ સત્રમાં માત્ર વિવાદાસ્પદ મુદ્દાઓ જ નહીં, પણ દેશના અર્થતંત્ર, કાયદા અને શિક્ષણ પ્રણાલીને અસર કરતા મહત્વપૂર્ણ બિલ પણ પસાર થવાના છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુની શાંતિની અપીલ છતાં, નેશનલ હેરાલ્ડ કેસ અને SIR પર વિપક્ષના આક્રમક વલણને જોતાં, આ સત્રમાં સંસદના બંને ગળહોમાં ઘણી ઉગ્ર ચર્ચાઓ અને રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. દેશની નજર આ સત્ર પર છે કે શું સરકાર અને વિપક્ષ રચનાત્મક ચર્ચા માટે એક સાથે આવી શકશે, અથવા ફરી એકવાર વિવાદોના વંટોળમાં મહત્વપૂર્ણ કાર્યવાહી અવરોધાશે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
