<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઇએનું મેગા ઓપરેશન: જમ્મુ-કાશ્મીર અને લખનઉ સહિત ૧૦થી વધુ સ્થળોએ એનઆઇએના દરોડા: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દિલ્હીના કાર બ્લાસ્ટ કેસના આતંકવાદી નેટવર્કને તોડવા માટે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં વ્યાપક દરોડા પાડ્યા

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) એ દિલ્હી કાર બ્લાસ્ટ કેસની તપાસમાં ઝડપ લાવતાં જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં ૧૦ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયાં જિલ્લામાં તેમજ ઉત્તર પ્રદેશના લખનઉમાં શંકાસ્પદો અને ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે સંકળાયેલા રહેણાંક સ્થળો પર સવારથી જ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. લખનઉમાં આતંકી શાહીન (સૈયદ)ના ઘરે પણ એનઆઇએની ટીમો પહોંચી હતી અને શાહીનના પિતા અને ભાઈની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરોડા 'વ્હાઈટ-કોલર' ટેરર ​​ફાઇનાન્સિંગ અને કટ્ટરપંથી નેટવર્કનો પર્દાફાશ કરવાના પ્રયાસ રૂપે કરવામાં આવ્યા છે. 

એનઆઇએ દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડૉ. મુઝમ્મિલ શકીલ ગનાઈ, ડૉ. આદિલ અહેમદ રાથેર, મુફ્તી ઈરફાન અહેમદ વાગે અને શાહીન સૈયદનો સમાવેશ થાય છે.

(1:35 PM IST)