હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 1st December 2025
સંસદનું શિયાળુ સત્ર: 'એર પોલ્યુશન અને એસઆઇઆર' ’પ્રદૂષણ અને મતદાર યાદીની સમીક્ષા’ જેવા મુદ્દાઓ ગંભીર અને જરૂરી મુદ્દાઓ છે, 'ડ્રામા' નહીં - પ્રિયંકા ગાંધી વાડ્રા

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિપક્ષને સંબોધીને કરેલા 'ડ્રામા નહીં, ડિલિવરી' વાળા નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દિલ્હીમાં હવા પ્રદૂષણ અને મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (એસઆઈઆર) જેવા મુદ્દાઓ અત્યંત જરૂરી છે અને તે કોઈ 'ડ્રામા' નથી.
પ્રિયંકા ગાંધીએ આગ્રહ કર્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દિલ્હીના ગંભીર હવા પ્રદૂષણનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કોંગ્રેસ પક્ષ સંસદના શિયાળુ સત્રમાં આ બંને ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરાવવા માટે મક્કમ છે અને આ મુદ્દાઓને સરકારના ધ્યાન પર લાવવા માટે દબાણ કરી રહ્યું છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
