News of Monday, 1st December 2025
*સાયક્લોન 'દિત્વાહ'નો દક્ષિણ ભારતમાં કહેર: તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ અને પવનની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું: ભારેથી અતિ ભારે વરસાદ અને ૯૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા*

ચેન્નાઈ: ચક્રવાતીય તોફાન 'દિત્વાહ'ને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે પુડુચેરી માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે ભારેથી અતિ ભારે વરસાદ અને ૯૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકિનારાની નજીક આ ચક્રવાતીય તોફાનના કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે, ચેન્નાઈ તરફથી તેનું કેન્દ્ર દૂર થતાં, ચેન્નાઈને મોટી અસરથી રાહત મળી છે, પરંતુ તમિલનાડુમાં ૩ લોકોના મોત થયાના અને હજારો હેક્ટર પાકને નુકસાન થયાના અહેવાલો છે.
ચક્રવાત 'દિત્વાહ'થી શ્રીલંકામાં ભારે વિનાશ: ૩૩૪થી વધુના મોત, ૪૦૦ લાપત્તા: મૃત્યુ ખૂબ મોટો રહેવા સંભવ: ૧૦ લાખ લોકો પ્રભાવિત
શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (ડીએમસી) એ પુષ્ટિ કરી છે કે ચક્રવાત 'દિત્વાહ' દ્વારા સર્જાયેલા વિનાશમાં મૃત્યુઆંક ૩૩૪ પર પહોંચી ગયો છે, જ્યારે અન્ય લગભગ ૪૦૦ લોકો હજુ પણ ગુમ છે. આ ચક્રવાતથી ૧૦ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં ઘણા લોકો વિસ્થાપિત થયા છે અને કોલંબોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ભારતે તાત્કાલિક શ્રીલંકાને મદદ કરવા માટે 'ઓપરેશન સાગર બંધુ' શરૂ કર્યું છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
