<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

દિલ્‍હીમાં વાયુ પ્રદુષણ ‘અતિ ખરાબ'માંથી ‘ખરાબ' શ્રેણીમાં પહોંચ્‍યુ

AQI માં થોડો સુધારઃ રાજધાનીવાસીઓને આંશીક રાહત

નવી દિલ્‍હી તા.૧: દિલ્‍હી અને એનસીઆરમાં વાયુ પ્રદુષણની સમસ્‍યા જેમને તેમ છે, જો કે હવાની ગુણવતા થોડી સુધરી છે. કેન્‍દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મુજબ દિલ્‍હીની સરેરાશ વાયુ ગુણવતા ૨૯૯ AQI નોંધાઇ છે. ગઇકાલે સુધાર બાદ આજે ફરી AQI ખરાબ થયો છે. સમગ્ર રાજધાનીમાં ઝેરીલા ધુમાડાનો થર છવાઇ ગયો છે. જો કે AQI ખરાબ શ્રેણીની નજીક નોંધાયો છે. ગઇકાલે જોરદાર પવનોને કારણે પ્રદુષણનું સ્‍તર ખૂબ જ ખરાબમાંથી ખરાબ શ્રેણીમાં લાવ્‍યુ હતું. આનંદ વિહાર વિસ્‍તારમાં AQI ૩૨૫, અલીપુરમાં ૨૮૫, આઇટીઓમાં ૩૧૦, બવાનામાં ૩૩૯ અને બુરાડીમાં ૩૦૫ નોંધાયુ હતું.

(2:33 PM IST)