ચાંદીમાં વધુ ર૦૦૦ રૂા.નો ઉછાળો
ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૧,૭૯,૦૦૦ રૂા. થયા : સોનામાં ૪૦૦ રૂા.વધ્યા

રાજકોટ, તા., ૧: નવા સપ્તાહના પ્રારંભે બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં તેજીનો દોર જારી રહયો છે. ચાંદીમાં આજે વધુ ર૦૦૦ રૂા. અને સોનામાં ૪૦૦ રૂપીયાનો ઉછાળો થયો છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા. વધ્યા હતા. શનિવારે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૭૭,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૭૯,૦૦૦ રૂા. થયા હતા. ચાંદીની સાથે સોનામાં પણ ૪૦૦ રૂપીયા વધ્યા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સોનામાં ૪૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૩ર,૦૦૦ રૂપીયા હતા તે વધીને આજે ૧,૩ર,૪૦૦ રૂપીયા થયા છે. સોનાના બિસ્કીટમાં ૪૦૦૦ રૂપીયાનો ભાવવધારો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,ર૦,૦૦૦ રૂપીયા હતા તે વધીને ૧૩,ર૪,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
ગત શુક્રવારે મોડી રાત્રે ચાંદીમાં એક જ ઝાટકે ૯૦૦૦ રૂપીયા તથા સોનામાં ર૦૦૦ રૂપીયાનો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓનો ભાવ નવી ઐતિહાસિક સપાટી તરફ સરકી રહયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
