<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

મહારાષ્ટ્રની દીકરી આરાધ્યા પાંડેયે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું: વડોદરા ખાતે રમાયેલી ૨૧મી ડબલ્યુકેઆઇ આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૫માં જીત્યો સુવર્ણ પદક: મહારાષ્ટ્રના ૮ બાળકોએ સુવર્ણ અને રજત ચંદ્રકો જીત્યા

વડોદરા: મહારાષ્ટ્રની પ્રતિભાશાળી દિકરી આરાધ્યા પાંડેયે ૨૧મી ડબલ્યુકેઆઇ આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૫માં સુવર્ણ પદક જીતીને ભારતનું નામ ગૌરવવંતુ કર્યું છે. પોતાની આ જીત દેશને સમર્પિત કરતાં આરાધ્યા હવે માત્ર મહારાષ્ટ્રની નહીં, પરંતુ સમગ્ર દેશની નવી પ્રેરણા બનીને ઉભરી આવી છે.

 

આરાધ્યાએ ૨૧મી WKI આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૫માં ભારત માટે સુવર્ણ પદક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મોટી સિદ્ધિ હાંસલ કરીને આરાધ્યાએ ભારતીય ખેલ જગત માટે એક નવું ગૌરવનું પ્રકરણ ઉમેર્યું છે.

પોતાની આ ભવ્ય જીતને દેશને સમર્પિત કરતા આરાધ્યા પાંડેયે ભાવુકતા સાથે કહ્યું હતું કે, "હું આગળ પણ કઠોર પરિશ્રમ કરવાનું ચાલુ રાખીશ અને ભારતનું નામ દુનિયામાં વધુ ઊંચું કરવા માંગુ છું.".

 

આરાધ્યાના આ ઉત્કૃષ્ટ પ્રદર્શને તેને ન માત્ર મહારાષ્ટ્ર રાજ્ય માટે, પણ સમગ્ર દેશ માટે એક નવો યુવા આદર્શ બનાવી દીધો છે.

આરાધ્યાના આ સફળ પ્રદર્શનથી તેમના કોચ પુરુ રાવલ પણ ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે. કોચ રાવલે પોતાની શિષ્યા અને એકેડેમીના અન્ય ખેલાડીઓની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "આ યુવા ખેલાડીઓ આવનારા સમયમાં ભારતને અનેક અન્ય આંતરરાષ્ટ્રીય સન્માન અપાવી શકે છે.".

 

આરાધ્યા પાંડેયે જે રીતે આટલી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સુવર્ણ પદક હાંસલ કર્યો છે, તે ભારતીય રમતગમત પ્રત્યેની યુવા પેઢીની વધતી જતી રુચિ અને સમર્પણને દર્શાવે છે.

 

વડોદરા ખાતે યોજાયેલ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રાષ્ટ્રના આઠ બાળકોએ સુવર્ણચંદ્રકો, રજત ચંદ્રકો જીતીને વિક્રમ સર્જ્યો છે..

(9:43 AM IST)