<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

પુતિનના સત્તામાં આવ્‍યા પછી ઉર્જા અને કુદરતી સંપતિમાં રશિયાની તાકાત વધી, વિદેશ નીતિ વધુ આક્રમક અને પ્રભાવશાળી બની

વાલાદિમીર પુતિનની રાજકીય સફર : સેનામાં થયું આધુનિકરણ અને દેશ બન્‍યો વધુ સુરક્ષિત, દેશમાં આર્થિક સ્‍થિરતા વધી અને જીડીપીમાં થઈ વૃદ્ધિ, પાયાની સુવિધાઓમાં કરાયું ભારે રોકાણ, ૨૦૧૪માં ક્રિમિયા ઉપર કર્યો કબ્‍જો અને હવે જાણે યુક્રેનનો વારો : પ્રધાનમંત્રી પુતિને કર્યુ છે ૧૪૬૨ દિવસ શાસન, ૨૧ વર્ષ ૬ મહિના અને ૨૬ દિવસ, કુલ ૭૮૮૨ દિવસ થી રાષ્ટ્રપતિ તરીકે શાસન કરી રહ્યા છે પુતિન, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તરીકે મળી ૯૩૪૪ દિવસનો છે રાજકીય કાર્યકાળ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ રશિયા ના રાષ્ટ્રપતિ વાલાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે ત્‍યારે પુતિનની જીવન ઝરમરને જોઈએ તો પુતિનનો જન્‍મ ૭ મી ઓક્‍ટોબર ૧૯૫૨ના રોજ સોવિયત યુનિયન હાલનું રશિયાના લેનન્‍ગ્રેન્‍ડ ખાતે થયો હતો, વિશ્વયુદ્ધમાં નુકસાનીનો માર સહન કરી ચૂક્‍યો હતો પુતિનનો પરિવાર, પરંતુ સંઘર્ષ અને દ્રઢ ઈચ્‍છા શક્‍તિ થી પુતિન આગળ વધ્‍યા, પ્રાથમિક શિક્ષણ બાદ પુતિન સિક્‍યુરિટી અભ્‍યાસ તરફ વળ્‍યા સમય આગળ ધપતો ગયો અને પુતિન રાજકીય આલમ માં આવતા ગયા.

રશિયામાં ૧૯૯૦ના દાયકામાં ગરીબી અને મંદીનો દોર હતો વર્ષ ૨૦૦૦માં પુતિન પ્રથમ વખત રશિયા ના રાષ્ટ્રપતિ બન્‍યા ત્‍યારે પણ રશિયા માં માહોલ સારો ન હતો, પુતિન ગરીબી ઘટાડવા માં સફળ રહ્યા, લોકોનું જીવન સ્‍તર વધ્‍યું,આંતરિક અસુરક્ષા અને અનિヘતિતાના વાતાવરણને પુતિને સ્‍થિર બનાવવાનો પ્રયાસ કરી મજબૂત સરકાર બનાવી, અને તેમનો ૪ વર્ષ ની ટર્મ પૂરી થઈ ઉત્તમ કાર્યશૈલીને પગલે પુતિન ૨૦૦૪માં ફરી વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પુતિને હવે દેશમાં અર્થતંત્રને મજબૂત બનાવવવા કુદરતી સ્‍તોત્ર જેમકે ગેસના નિકાસ માટે કમર કસી સાથે સાથે વિદેશ નીતિ ઉપર ભાર આપી અન્‍ય દેશો સાથે સબંધો વધાર્યા.

ત્‍યારના સંવિધાન અનુસાર સતત બે ટર્મ થી વધુ રાષ્ટ્રપતિ પદે ના રહી શક્‍યા અને તેવો વર્ષ ૨૦૦૮માં વડાપ્રધાન બન્‍યા અને આડકતરી રીતે દેશનો વહિવટ સંભાળ્‍યો, અને તમામ પાસાઓને નિયંત્રણ રાખ્‍યું અને આ દરમ્‍યાન નિયમોમાં ફેરફાર કરી ટર્મ પૂરી કરી ૪ વર્ષ બાદ વર્ષ ૨૦૧૨માં ફરી રાષ્ટ્રપતિ બન્‍યા બસ ત્‍યાર પછી પુતિને પાછળ વળીને જોયું નથી, રશિયા માં સત્તા રાજ્‍ય ના પ્રાદેશિક ભાગો થી મોસ્‍કો એટલે કે કેન્‍દ્ર તરફ ખસેડાઈ, આંતરિક સુરક્ષા વધારાઈ, પુતિને રશિયા નુ તેલ, ગેસ, અને ખનિજ ભંડારને દેશ ની શક્‍તિ બનાવી, મોટા વેપારીઓને સરકારની નીતિ મુજબ ચલાવ્‍યા અને યુરોપ સહિત અનેક દેશોને રશિયા પર ઉર્જા માટે નિર્ભર બનાવ્‍યા એટલુંજ નહિ જંગી કમાણી થી વિદેશ માં રશિયાનો પ્રભાવ વધ્‍યો,

ત્‍યાર બાદ વર્ષ ૨૦૧૪ માં રશિયા નો પヘમિ વિવાદ વધ્‍યો પણ પુતિન દરેક પડકાર ઝીલીને આગળ વધવા લાગ્‍યા, દેશ ને મજબૂત બનાવવા માં સફળ પણ રહ્યા, રાષ્ટ્રપતિની એમની સફર સફળતા ના માર્ગે આગળ ધપતી જ રહી , રશિયાને ફરી મહાસત્તા બનાવવા પુતિને જાણે બીડું ઝડપ્‍યું,નેટો હોય કે અમેરિકા પછી હોય પヘમિી દેશો રશિયા એ પોતાની શરતે તમામ સાથે શરૂ કર્યો વ્‍યવહાર અને ક્રીમીયા ઉપર કબજો મેળવ્‍યો, રસ્‍તા, હાઈવે, રેલ્‍વે, હાઉસિગ, રમતગમત ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી.

ક્રિમિયા ના કબ્‍જા વિશે થોડું જોઈએ તો જે એક ભૂમધ્‍યમિયપ્રદેશ છે જે હાલના યુક્રેનનું એક ભાગ હતું જેને પુતિને ૨૦૧૪ માં યુદ્ધ વગર મિલેટરી દબાણ થી ક્રિમિયા કબજે કર્યું અને રશિયાના એક ભાગ તરીકે ગણાવ્‍યું, જેનો ઘણા દેશો એ વિરોધ કર્યો, અનેક પ્રતિબંધો લાદ્યા, અને તણાવ વધતો ગયો પરંતુ પુતિન પાછળ ના હટયા.

એટલુંજ નહીં વર્ષ ૨૦૨૨માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું જે હજુ પણ ચાલે છે, અમેરિકા, યુરોપના દેશો કે નાટોને દેશોને પણ ટક્કર આપી રહ્યા છે પુતિન.

પુતિને વડાપ્રધાન તરીકે ૮મી મે ૨૦૦૮ સુધી એટલે કે ૧૪૬૨ દિવસ શાસન કર્યું તો રાષ્ટ્રપતિ પદે પ્રથમ વખત ૭ મી મે ૨૦૦૦ થી ૭ મી મે ૨૦૦૮  એટલે કે ૨૯૨૩ દિવસ અને બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ૭ મી મે ૨૦૧૨ થી ૩ ડિસેમ્‍બર ૨૦૨૫ સુધી જ જોઈએ તો ૪૯૫૯ દિવસ શાસન કર્યું એટલે જો કુલ જોઈએ તો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પદે મળી ૧૪૬૨ +૨૯૨૩ + ૪૯૫૯ = ૯૩૪૪ દિવસ થી પદ ઉપર સેવા આપી રહ્યા છે, અને હજી પણ આગામી સમયમાં તેમને કોઈ પડકાર આપી શકે તેમ જણાતું નથી, બંધારણમાં થયેલ ફેરફાર અનુસાર પુતિન વર્ષ ૨૦૩૬ સુધી રાષ્ટ્રપતિ તરીકે રહે તેવી સંભાવના પણ વ્‍યક્‍ત કરાઈ રહી છે. આ છે પુતિન ની રાજકીય કારકીર્દીની સફર

(10:09 AM IST)